હાર્દિક પટેલને ‘સુપ્રીમ’ રાહત: પોલીસ ધરપકડ નહિ કરી શકે- ગુજરાત સરકારને ફટકારી નોટિસ

ગુજરાત ના અલગ અલગ જિલ્લા કોર્ટ દ્વારા હાર્દિક પટેલના બિનજામીનપાત્ર વોરંટ બહાર પડતા ગુજરાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તેને શોધી રહી છે. ત્યારે પોતાની ધરપકડ અટકાવવા હાઇકોર્ટ પહોંચેલા હાર્દિક પટેલને નિરાશા હાથ લાગી હતી. પરંતુ પોતાના આગોતરા જામીન અને ધરપકડ થતી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચેલા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતના કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને 2015 ના અલગ અલગ કેસમાં આવતી 6 માર્ચ સુધી પોલીસ ધરપકડ નહીં કરી શકે તેવી રાહત આપતા હવે હાર્દિક પટેલ જાહેરમાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મળતી વિગતો અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની 6 માર્ચ સુધી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ 2015ના આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદના પોલીસ કેસ સંદર્ભ આપવામાં આવ્યો છે. બે જજની બેન્ચે દ્વારા ગુજરાત સરકારને નોટિસ પણ આપવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટ અને પોતાની વિરુદ્ધ ના કેસ રદ કરવાની માગણી પર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલ ની દાવા અરજી પર ગુજરાત પોલીસ પાસે જવાબ માંગ્યો છે અને વધુ સુનાવણી આગામી શુક્રવારે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ આક્ષેપ કરી ચૂક્યો છે કે, ગુજરાત સરકાર આવનારી કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધી પ્રચાર ન કરી શકે તે માટે પહેલેથી જ પોતાને જેલ મોકલીને આગોતરું આયોજન કરી રહી છે. પોતે નિર્દોષ હોવા છતાં તેને અલગ અલગ જિલ્લાઓમાં ખોટા કેસમાં ફસાવી રહ્યા છે અને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

થોડા અઠવાડિયા અગાઉ કોર્ટના સમન્સ ની અવમાનના બદલ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને હાર્દિક પટેલ ના વકીલ દ્વારા હાર્દિક હવેથી કોર્ટમાં સમયસર હાજરી આપશે તેવી બાંહેધરી આપતા જામીન પર છૂટકારો થયો હતો. પરંતુ ત્યારબાદ એક પછી એક અલગ અલગ કેસમાં હાર્દિક પટેલ ના ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યા છે. જેથી હાર્દિક પટેલને ડર સતાવી રહ્યો છે કે ગુજરાત પોલીસ ફરીથી તેને લાંબા સમય માટે જેલમાં મોકલી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *