RTO officer Absent: થોડા સમય પહેલા રાજ્યામાંથી રાજકોટ, સુરત અને વડોદરાના શિક્ષકો ઘરે બેઠા પગાર લેતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.હવે શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતીના અનુસાર, આણંદના RTOના મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ છે. જે રીતે વિગત(RTO officer Absent) સામે આવી રહી છે તેના અનુસાર, આ અધિકારીએ કુલ 15.06 લાખ જેટલો પગાર લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સમગ્ર બાબત અંગેની ફોડ બીજા કોઇએ નહીં પરંતુ RTO ના જ નિવૃત અધિકારી દ્વારા કરવામાં આવી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ
થોડા સમય પહેલા રાજ્યામાંથી રાજકોટ, સુરત અને વડોદરાના શિક્ષકો ઘરે બેઠા પગાર લેતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.હવે શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતીના અનુસાર, આણંદના RTOના મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ છે. ઋત્વિજા દાણી, જે હાલ ગાંધીનગરમાં રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.
તેમની સામે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જી.એમ. પટેલએ જણાવ્યું છે કે, તેમણે આ મામલે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.વધુમાં RTOના પીએમ ચૌધરી અને નિમીષા પંચાલનો પણ હાથ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
પૂર્વ RTO અધિકારીએ આખા કૌભાંડને ખુલ્લુ પાડ્યું
નિવૃત મોટર વાહન નિરીક્ષક જી.એમ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોટર વાહન નિરિક્ષક ઋત્વિજા દાણીએ 1 ઓગસ્ટ 2019થી 31 માર્ચ 2021 સુધી પગાર લીધો છે, જ્યારે તેમણે નોકરી પર હાજરી નથી આપી. આ રીતે,તેમણે 20 મહિનાથી ઘરે રહીને 15 લાખથી વધુ પગાર મેળવ્યો છે.
જરૂરી પુરાવા છતાં કોઈ કાર્યવાહી ન થવાની ફરિયાદ
ઋત્વિજા દાણી, જે હાલ ગાંધીનગરમાં રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમની સામે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જી.એમ. Patelએ જણાવ્યું છે કે, તેમણે આ મામલે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.વધુમાં RTOના પીએમ ચૌધરી અને નિમીષા પંચાલનો પણ હાથ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App