રૂપિયા લઈને ડીગ્રીઓ આપતી યુનીવર્સીટી પર કરવામાં આવી મોટી કાર્યવાહી- તમારી ડીગ્રી તો નકલી નથીને?

કેલોરેક્ષ યુનિવર્સિટી તરીકે ઓળખાતી અને નામ બદલાયા પછી સાબરમતી યુનિવર્સિટી તરીકે ઓળખાતી યુનિવર્સિટી સામે પૈસા લઈને પીએચડી તેમજ અન્ય ડિગ્રી અને સર્ટિફિકેટ અપાતા હોવાની ફરિયાદ હતી. સપ્ટેમ્બર-૨૦૧૯માં આક્ષેપના પગલે શિક્ષણ વિભાગે તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ વિગતવાર તપાસ કરી અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. રાજ્યના શિક્ષણ જગતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટીમાં વહીવટદાર નિમવાની શરમજનક કહેવાય તેવી ઘટના ઘટી છે. અમદાવાદના ઓગણજ ગામ પાસે આવેલી સાબરમતી યુનિવર્સિટીમાં એમફિલ અને પીએચડીની ડિગ્રી માત્ર બે વર્ષમાં આપવામાં ગેરરીતિના આક્ષેપની તપાસના અંતે શિક્ષણ વિભાગે આજે જ ઉચ્ચ શિક્ષણ વિભાગના ડાયરેક્ટર નાગરાજનને સાબરમતી યુનિવર્સિટીમાં વહીવટદાર તરીકે નિમણૂક કરતા તેમણે ચાર્જ સંભાળી લીધો હતો.

યુનિવર્સિટીએ નાગરાજનને ચાર્જ સંભાળતા અટકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની કારી ફાવી નહોતી. હવે તપાસના અંતે આ યુનિવર્સિટીના એક પછી એક કૌભાંડ બહાર આવશે તેવું મનાય છે. રાજ્યમાં આવી કેટલી યુનિવર્સિટી પૈસા લઈને ડિગ્રી આપે છે તેની શિક્ષણ વિભાગે તપાસ કરવાની જરૂર છે જેથી એકસાથે ગંદકી સાફ થઈ જાય. નાણાંકીય ગેરરીતિઓ પણ ધ્યાને આવી છે.

આ  તમામ ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનું અને વિદ્યાર્થીઓ  તેમજ શિક્ષણના હિતોને વ્યાપક નુકસાન થાય તે પ્રમાણે  કાયદાકીય જોગવાઈઓ અને નિયમોનો ભંગ કરી ગેરવહીવટ અને  ગેરરીતિ કરવામાં આવી હોવાનું સરકારના ધ્યાન ઉપર આવતા  ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ-૨૦૦૯ના સેક્શન ૪૩(૫)ની  જોગવાઈ મુજબ યુનિવર્સિટી પર એડમિનિસ્ટ્રેટર તરીકે નિયામક, ઉચ્ચ  શિક્ષણને તા.૨૪-૭-૨૦૨૦ના શિક્ષણ વિભાગના હુકમથી નિમવામાં  આવ્યા છે.

સિક્કિમમાં ખાનગી યુનિવર્સિટી મેળવવા પ્રયત્ન કર્યો હતો

યુનિવર્સિટી દ્વારા સિક્કિમ સરકારને રજૂ કરાયેલ દરખાસ્તમાં સાબરમતી યુનિવર્સિટીના પ્રમોટર્સના જે નામો દર્શાવ્યા છે તે હકીક્તમાં સાબરમતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને આચાર્ય હોવાનું માલૂમ પડયું છે. આમ યુનિવર્સિટી દ્વારા ખોટી માહિતી આપી અને ગેરમાર્ગે દોરી છેતરપિંડીનો પ્રયાસ કરીને સિક્કિમ રાજ્યમાં પ્રાઈવેટ યુનિવર્સિટી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યાનું તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે.

તપાસ અહેવાલમાં શું શું બહાર આવ્યું ?

પીએચડીમાં પ્રવેશ પરીક્ષા લીધા વગર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

જૂની તારીખોમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કર્યા છે.

ઘણા કિસ્સાઓમાં નિયત લઘુતમ સમયમર્યાદા પહેલાં થિસિસ સબમિટ થઈ છે.

પીએચડીની પદવી એનાયત કરવામાં યુજીસી પીએચડી રેગ્યુલેશન-૨૦૦૯નું પાલન થયું નથી.

માત્ર ડેઝર્ટેશનના આધારે એમફિલની પદવી આપી હોવાનું જણાયું છે.

યુનિવર્સિટી દ્વારા અધ્યાપકોને નિમણૂક અંગેની કોઈ પ્રક્રિયા અનુસર્યા વિના નિમણૂક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *