2025ને લઈને સામે આવી બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી, પૃથ્વી પર મહાવિનાશનું સંકટ

Predictions of Baba Vanga: બુલ્ગારિયાના અંધ બાબા વેંગાની વધુ એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. જોકે બાબાએ આ બધી આગાહીઓ હાલમાં નથી કરી, હાલમાં બાબા હયાત નથી પરંતુ તેમણે વર્ષો પહેલા આગાહીઓ કરી હતી જે આજે સાચી પડી રહી છે. જીવતા (Predictions of Baba Vanga) ત્યારે તેમણે આગળના વર્ષોની ભવિષ્યવાણી કરી હતી. તેમનું કહેવું છે કે વિશ્વનો અંત વર્ષ 2025 થી શરૂ થશે અને થોડા સમય પછી પૃથ્વી અને મંગળ વચ્ચે યુદ્ધ થશે.

કયા વર્ષમાં શું બનશે
બાબા વેંગાએ આગાહી કરી છે કે યુરોપમાં 2025માં સંઘર્ષ થશે, જેના કારણે અહીંની વસ્તી ઘટશે. આ પછી, 2028માં, માણસો શુક્રને ઊર્જા સ્ત્રોત તરીકે શોધવાનું શરૂ કરી શકે છે. ધ્રુવીય બરફના ઢગલા 2033માં પીગળવાનું શરૂ થશે, જેના કારણે સમુદ્રનું સ્તર વધશે. 2076માં સમગ્ર વિશ્વમાં સામ્યવાદ ફેલાઈ જશે અને 2130માં માણસો એલિયન્સનો સંપર્ક કરી શકશે. વધુમાં એવું કહેવાય છે કે 2170 માં, પૃથ્વીનો મોટાભાગનો ભાગ દુષ્કાળથી નાશ પામશે, 3005માં, પૃથ્વી મંગળની સંસ્કૃતિ સાથે લડશે, અને 3797માં, મનુષ્યને પૃથ્વી છોડવાની ફરજ પડશે. 5079 માં વિશ્વનો અંત આવશે.

બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી
કહેવાય છે કે પ્રિન્સેસ ડાયના અને 9/11ના હુમલાને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. આ ઉપરાંત પણ તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી. 1911માં જન્મેલા બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે દૃષ્ટિ ગુમાવી દીધી હતી પરંતુ તેઓ સટીક આગાહી કરી જાણતાં હતા.

એલિયન્સ સાથે સંપર્ક હશે
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, જળવાયુ પરિવર્તન ભૌગોલિક રાજકીય ફેરફારો વગેરેને કારણે પૃથ્વી પર રહેવું અશક્ય બની જશે. આ કારણે વર્ષ 2130માં માનવી અલૌકિક જીવો સાથે સંપર્કમાં આવશે. ત્યારે માનવીએ પોતાનું અસ્તિત્વ બચાવવા પૃથ્વીની બહાર આશ્રય લેવો પડશે. આ પછી આખરે વર્ષ 5079 માં પૃથ્વી પરથી બધું જ નાશ પામશે.

તમને જણાવી દઈએ કે 1911માં બુલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની અત્યાર સુધી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમાં સોવિયેત સંઘના વિઘટન અને અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 9/11ના હુમલા સહિતની ઘણી આગાહીઓ છે.