ભાજપ કાર્યકરો બન્યા બંગાળ જેવા ગુંડા- જુઓ AAP નેતાની ગાડી પર થયેલા હુમલાના દ્રશ્યો

ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સુરત પાલિકા(SMC)ની શાળાઓમાં પણ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન AAPના કોર્પોરેટરોએ શિક્ષણના પ્રશ્નો ઉઠાવ્યાં હતાં.…

ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સુરત પાલિકા(SMC)ની શાળાઓમાં પણ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન AAPના કોર્પોરેટરોએ શિક્ષણના પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર દ્વારા શાળામાં આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સામે શિક્ષણની પોલ ખોલવાનું શરૂ કરી દીધું હતું.

ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી આદમીના કોર્પોરેટર પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. તે અંગે આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના તાયફા કરવા સ્કૂલે આવેલા ભાજપના નેતાઓને સરકારી શાળામાં શિક્ષકોની ઘટ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સવાલ પૂછતાં ભાજપના નેતાઓ ગુંડા તેમજ પોલીસ બોલાવીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા અને તેમજ મારામારી કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના સુરતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે કે, અમે કાર્યક્રમમાં આવ્યા તો અમને અંદર જ પૂરી દેવામાં આવ્યા છે. એનો અર્થ એમ થયો કે પોલીસ કાયર છે અથવા તો પોલીસ ભાજપ સાથે ભળી ગયેલી છે એટલે અમારા કાર્યકર્તાઓ અને અમારા કોર્પોરેટર પર હુમલાઓ થઇ રહ્યા છે. નાના એવા કાર્યક્રમમાં અમે હાજર રહેવી તો અમને પોલીસ પકડી લે છે પરંતુ હિંસા આચરનારા અસામાજિક તત્વોને પોલીસ ધરપકડ કરતી નથી.

ગઈકાલે પણ આમ આદમી પાર્ટીના સુરતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવતા કહ્યું હતું કે, શિક્ષકોની ઘટ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવતી તેમ છતાં નિરાકરણ ન આવતા આજે શાળાઓમાં વાલીઓની હાજરીમાં આ બાબતે અવાજ ઉઠાવવામાં આવતા ડેપ્યુટી મેયરે ચાલુ કાર્યક્રમ છોડીને જ ચાલતી પકડી હતી. ડેપ્યુટી મેયર શિક્ષણના પ્રશ્નોને સાંભળી શક્યા પણ નહોતા. સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય કે, ગુંડા જેવી માનસિકતા ધરાવતા શખ્સો કાર પર હુમલો કરતા નજર ચડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *