વાલીઓ તમારા સંતાનોને સમજાવી દેજો! સ્કુલમાંથી ગુલ્લી મારી મોલ-ગાર્ડનમાં ન જાય, નહીતર… – લાગુ થયા આ નિયમો

અવારનવાર વિદ્યાર્થીઓ કે વિધાર્થીનીઓ શાળા કે કોલેજમાંથી ગુલ્લી મારીને કઈને કઈ જગ્યાએ ફરવા ચાલ્યા જતા હોય છે અને આ પ્રકારના અનેક કિસ્સાઓ આપણે જાણ્યા કે…

અવારનવાર વિદ્યાર્થીઓ કે વિધાર્થીનીઓ શાળા કે કોલેજમાંથી ગુલ્લી મારીને કઈને કઈ જગ્યાએ ફરવા ચાલ્યા જતા હોય છે અને આ પ્રકારના અનેક કિસ્સાઓ આપણે જાણ્યા કે સાંભળ્યા પણ હશે. ત્યારે આ અંગે વાલીઓ દ્વારા પોતાના બાળક પ્રત્યે કડક વલણ પણ દાખવવામાં આવ્યું હોય છે. પરંતુ હવે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જે આદેશ મુજબ હવે સ્કૂલમાંથી કોઈ વિધાર્થી કે વિધાર્થીની ગુલી મારીને મોલ-ગાર્ડનમાં જઈ શકશે નહી.

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં 12મા ધોરણ સુધીના બાળકોને હવે સ્કૂલ ડ્રેસ(School dress)માં ગાર્ડન અને મોલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્કુલમાં ગુલી મારીને મોલ(Mall) અને ગાર્ડન(Garden)માં ફરવા પર પ્રતિબંધ મૂકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(Commission for Protection of Child Rights) દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શાળાના સમય દરમિયાન યુનિફોર્મ પહેરેલા કોઈપણ વિદ્યાર્થીને ગાર્ડન અને મોલ જેવા જાહેર સ્થળોએ પ્રવેશ ન આપવો જોઈએ. બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડૉ. સુચિતા ચતુર્વેદીએ આ અંગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે.

ડૉ. સુચિતા ચતુર્વેદી દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, તે કમિશનના ધ્યાન પર આવ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓ ક્લાસ બંક કરીને અને પાર્ક, મોલ, રેસ્ટોરન્ટ વગેરે જેવા અન્ય જાહેર સ્થળોએ ફરવા જાય છે. આવા સંજોગોમાં કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શાળાના સમય દરમિયાન વિવિધ સાર્વજનિક સ્થળોએ કોઈપણ વિદ્યાર્થીને શાળા ગણવેશમાં પ્રવેશ આપવામાં ન આવે. આયોગ દ્વારા લગાવવામાં આવેલ આ પ્રતિબંધ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને લાગુ પડશે.

એક સપ્તાહમાં કાર્યવાહીની માહિતી માંગવામાં આવી છે:
ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશનના સભ્યએ એક સપ્તાહમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી માહિતી માંગી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, શાળા સમય દરમિયાન જિલ્લાના તમામ જાહેર સ્થળોએ શાળાના ગણવેશમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ. આ કાર્યવાહી કરતી વખતે, કમિશનને એક અઠવાડિયામાં જાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *