પ્રવાસે ગયેલાં વિદ્યાર્થીઓની બસને નડયો ગમખ્વાર અકસ્માત, કંડક્ટર અને 4 વિધાર્થીઓના મોત; પરિવારજનોનું કાળજું કંપાવતું રુદન

School Bus Accident: યુપીના બારાબંકીમાં બસ પલટી જતાં કંડક્ટર સહિત 4 લોકોના કરૂણ મોત થયા હતા. આ અકસ્માત બારાબંકી-ફતેહપુર રોડ(School Bus Accident) પર થયો હતો.…

School Bus Accident: યુપીના બારાબંકીમાં બસ પલટી જતાં કંડક્ટર સહિત 4 લોકોના કરૂણ મોત થયા હતા. આ અકસ્માત બારાબંકી-ફતેહપુર રોડ(School Bus Accident) પર થયો હતો. અહીં મંગળવારે સુરત ગંજ બ્લોકની કમ્પોઝીટ સ્કૂલ હરક્કાના બાળકો પિકનિક માટે ગયા હતા. આ દરમિયાન આ ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે.આ ઘટનાના પગલે તે રસ્તો મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

4 લોકોના કમકમાટીભર્યા મોત
સાંજે 5:30 વાગ્યાની આસપાસ,લખનવ પ્રાણી સંગ્રહાલયમાંથી પિકનિક કરીને પરત ફરી રહેલાં બાળકોથી ભરેલી બસ અચાનક બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં બસે કાબુ ગુમાવ્યો અને હાઇવે પર પલટી ગઇ હતી.ત્યારે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્યની હાલત ગંભીર છે. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને માહિતી મળતાં જ દેવા, ફતેહપુર કોતવાલી સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ રાહત કાર્યમાં લાગી હતી.

25 લોકો થયા ઘાયલ
બસ પલટી જવાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલા ASP ચિરંજીવ નાથ સિંહાએ ભારે પોલીસ બળ સાથે રાહત કાર્ય શરૂ કર્યું હતું. પોલીસે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ભયાનક અકસ્માતનો ભોગ બનેલા કામિની, હિમાંશી, શુભી અને બસ ઓપરેટર સુફીયાન સહિત ચાર લોકો બસ નીચે કચડાઈ જતાં કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં 25 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અજય, પ્રદીપ અને જ્યોતિ પાંડેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેમને લખનવના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે.અકસ્માતને નજરે જોનારે જણાવ્યું કે બારાબંકીથી ફતેહપુર તરફ જઈ રહેલી બસે એક બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં કાબૂ ગુમાવ્યો અને પલટી મારી ગઈ હતી.તેમજ આ અકસ્માત સમયે બસ ખૂબ જ સ્પીડમાં હતી.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો
દુર્ઘટનાની માહિતી મળતા જ ડીએમ સત્યેન્દ્ર કુમાર ઝા અને એસપી દિનેશ કુમાર સિંહ ઘાયલોની ખબર પૂછવા માટે જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. ડીએમ સત્યેન્દ્ર કુમારે જણાવ્યું કે રોડ અકસ્માતમાં 3 સ્કૂલના બાળકો અને એક બસ કંડક્ટરના મોત થયા છે. તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. બે વિદ્યાર્થીઓની હાલત નાજુક હોવાથી તેમને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.

બસ બેકાબુ બનતા અકસ્માત સર્જાયો
અન્ય લોકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડીએમએ જણાવ્યું કે સુરતગંજ બ્લોકની કમ્પોઝિટ સ્કૂલ હરક્કાના શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ હેઠળ દરેક લખનૌ પ્રાણી સંગ્રહાલય ગયા હતા. અકસ્માતગ્રસ્ત બસની ફિટનેસ અને ઈન્સ્યોરન્સની ચકાસણી કરવામાં આવી છે, જેમાં તમામની સ્થિતિ બરાબર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનું કારણ એ હતું કે જ્યારે બાઇક સવાર અચાનક તેની સામે દેખાયો ત્યારે તેને બચાવવાના પ્રયાસમાં બસ બેકાબુ બની હતી.

અધિકારીઓ મૃતકોના સમાચાર લેવા પહોંચ્યા
દુ:ખદ અકસ્માતની માહિતી મળતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલ બાળકોની યોગ્ય સારવાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઘાયલોની સ્થિતિની નોંધ લેતા, રાજ્ય મંત્રી સતીશ ચંદ્ર શર્મા, અરવિંદ મૌર્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદ સિંહ ગોપ, પૂર્વ સાંસદ પીએલ પુનિયા, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં નેતાઓએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો.