સુરતના કતારગામમાં યમદૂત બનેલા ટ્રકે સ્કુલના વિદ્યાર્થીને કચડી નાખ્યો, 15 દિવસમાં બીજો બનાવ

સુરતમાં દિવસેને દિવસે અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કેટલાય માસુમ લોકો આ અણધાર્યા અકસ્માતથી મોતને ભેટ્યા છે. હાલ સુરતમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. આજરોજ કતારગામમાં અંકુર સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્કુલના વિદ્યાર્થીને કચડી નાખ્યો. 15 દિવસમાં બીજો બનાવ સામે આવી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીને ટ્રકચાલકે કચડયો. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.

આજથી થોડા દિવસ પહેલા જ કતારગામ વિસ્તારમાં બેફાર્મ ટ્રક ચાલાકે BBAમાં અભ્યાસ કરતા યુવાનને કચડી નાખ્યો હતો. મળેલી માહિતી અનુસાર ગત 25 તારીખે આ ઘટના સર્જાઈ હતી. અને આજે તે વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ જય ઈટાલીયા છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે, જય ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને ઘટના સ્થળે જ અડધો હાથ કપાઈ ગયો હતો અને સાથળની જગ્યાએ પણ ગંભીર ઈજાઓ થઇ હતી. આ અકસ્માત cctv માં પણ કેદ થયો હતો. CCTV જોતા સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, જય એકટીવા લઈને પસાર થઇ રહ્યો છે અને તેની જ બાજુમાં ટ્રક પસાર થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *