લક્ઝુરીયસ ગાડીઓની શોબાજીથી નબીરાઓએ સુરત ગાંડુ કર્યું: જુઓ પોલીસને પડકાર ફેંકતો વિડીયો

Surat Stunt Viral Video: ગુજરાતમાં છાશવારે સગીરો મોંઘીદાટ વાહનો લઈને રસ્તાઓ પર નીકળીને સીનસપાટા કરતા હોય તેવા વીડિયો વાયરલ થાય છે. ત્યારે સુરતનો (Surat Stunt Viral Video) એક એવો જ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 30 જેટલી લક્ઝુરિયસ કારના કાફલા સાથે રસ્તા પર જતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. મંત્રીઓના કાફલાને પણ ટક્કર મારે તેવો આ વિદ્યાર્થીઓની કારનો કાફલો દેખાય રહ્યો છે.

30 જેટલી લક્ઝુરિયસ કારના કાફલા સાથે રસ્તા પર નબીરા ઉતર્યા
ઓલપાડના કુંકણીની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. ફેરવેલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ સ્ટંટ કર્યા હતા. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હતા. નબીરાઓનો વીડિયો વાયરલ થતા શાળાએ હાથ અધ્ધર કરી દીધા હતા. શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો.

એક પણ કારને સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા ન દેવાયાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતા પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી. સુરતના રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો. તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે.

વિડીયો થયો વાયરલ
માહિતી એવી પણ મળી રહી છે કે, આ તમામ નબીરા ઓલપાડના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે.આ વાયરલ વીડિયો અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ 30 વિદ્યાર્થીઓ પોતાના 12મા ધોરણના ફેરવેલમાં જઈ રહ્યા હતા ત્યારનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તમામ વિદ્યાર્થીઓ સૂટ બૂટ પહેરીને તૈયાર થયા છે. આ કાફલાની તમામ કાર મોંઘીદાટ છે.

કારના કાફલાનું સ્પેશિયલ ડ્રોન શૂટ કરાવાયું હોવાનો અંદાજ
નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડિઝ, સ્કોડા, રેન્જ રોવર જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી હતી. તેનો ડ્રોન શૂટ પણ કરાવ્યુ છે. નબીરાઓની સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, આ વિદ્યાર્થીઓ ડ્રોન વીડિયો શૂટમાં વિવિધ પ્રકારના ફટાકડા પણ ફોડી રહ્યા છે.આ વિદ્યાર્થીઓના કારના કાફલાનું સ્પેશિયલ ડ્રોન શૂટ કરાવાયું હોય તેમ લાગી રહ્યુ છે. આ વીડિયો અંગે કોઈ ચોક્કસ તપાસ થશે તે બાદ જ જાણવા મળશે કે, આ વિદ્યાર્થીઓ ક્યાંના છે અને તેઓએ આ વીડિયો શૂટ કેમ કરાવ્યુ છે. આ વીડિયોમાં દેખાતી કારના નંબર પ્લેટ પરથી કારના માલિકો સુધી પહોંચી શકે છે. જે બાદ તેમની પર પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે.