દેશ વ્યાપી lockdown એ ઘણા લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. Lockdown ના કારણે ઘણા લોકોનો રોજગાર પણ છીનવાઇ ગયો છે. એવામાં માનવતા અને મદદના ઘણા ઉદાહરણો સામે આવી રહ્યા છે. એવામાં દિબ્રુગઢ જિલ્લાની એક વિદ્યાર્થીની જનમોનીને અસમ પોલીસે એક દ્વી ચક્રીય વાહન ભેટમાં આપ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે lockdown દરમિયાન તે પોતાના પરિવારની મદદ માટે સાઇકલ પર જઈ ઘરે-ઘરે શાકભાજી વેચવાનું કામ કરે છે.
મળતી જાણકારી અનુસાર અસમ માં lockdown ના કારણે માર્કેટ બંધ હોવાના કારણે એક શાળાની વિદ્યાર્થીની પોતાની સાયકલ પર શાકભાજી વેચવા માટે ઘરે ઘરે જતી હતી. આ વચ્ચે શાકભાજી વેચતી જનમોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ તસવીરમાં સાયકલ પર એક કેરિયરમાં ટોપલી નજર આવી રહી છે અને હેન્ડલમાં મોટા મોટા બેગ લટકાવેલા છે.
જનમોની પોતાના માતા-પિતા સાથે એકલી રહે છે. તેના પિતા ઘણા સમયથી બીમાર છે. તેના પરિવાર માં તે કમાનારી એકલી છે. તેણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પરિવારની જવાબદારી ઉપાડી લીધી અને બજારમાં પોતાની માતા સાથે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું. જોકે અન્ય વિદ્યાર્થીઓની જેમ તેનું સપનું પણ ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હતું.
જનમોની દિબ્રુગઢ જિલ્લાના બોગીબિલ વિસ્તારની રહેવાસી છે. 25 માર્ચ માસથી ચાલી રહેલા lockdown દરમિયાન બજાર બંધ હોવાના કારણે જનમોની ઘરે ઘરે જઈને શાકભાજી વેચી રહી છે. આ વચ્ચે એસપી શ્રીજીત સાથે જિલ્લા પોલીસના મોટા અધિકારીઓને સોશિયલ મીડિયા દ્વારા જનમોની વિશે જાણ થઈ. વિદ્યાર્થિનીના સંઘર્ષ ને જોતા દિબ્રુગઢ પોલીસે જનમોનીને એક દ્વિચક્રી વાહન ભેટ કર્યું. દિબ્રુગઢ પોલીસે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી.
Janmoni Gogo sells vegetables on a bicylcle to fend for her family. Inspired by her self respect & guided by our visionary @DGPAssamPolice Sir’s direction to transform ourselves from police force to facilitators of economy, DYSP HQ gifted the little entrepreneur a moped / bike pic.twitter.com/kncyhRQEr9
— Dibrugarh Police (@dibrugarhpolice) May 11, 2020
સોમવારે દિબ્રુગઢ જિલ્લા પોલીસની એક ટીમે પોલીસ અધિક્ષક પલ્લવી મજુમદારના નેતૃત્વમાં જનમોનીના ઘરની મુલાકાત લીધી. તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેને કોઈ વસ્તુની જરૂરિયાત છે. તો પોલીસ અધિકારીને તેણે જણાવ્યું કે તેણે પોતાના સ્વાભિમાનને કારણે આર્થિક મદદ લેવાની ના પાડી દીધી. એટલા માટે પોલીસે તેને મોપેડ બાઇક ભેટ કરી .જેથી તે પોતાની શાકભાજી વધારે માત્રામાં અને આરામથી લઈ જઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news