દેશમાં કોરોના વાયરસના કેસો 20 લાખને વટાવી ગયા છે. પરંતુ આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર કામ કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર સુધી તબક્કાવાર રીતે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે, કોરોના સંકટને કારણે માર્ચના છેલ્લા અઠવાડિયાથી બધી શાળાઓ બંધ છે. આ યોજના મુજબ સચિવોના જૂથ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કોવિડ-19 નું સંચાલન કરનાર મંત્રીઓના જૂથને આ જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન મંત્રીઓના આ જૂથની અધ્યક્ષતા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં કોરોના માટેની અંતિમ અનલોક ગાઈડલાઈન્સ બહાર પાડવાની અપેક્ષા છે જેમાં સરકાર આ નિર્ણયને સૂચિત કરવાનું કામ કરી શકે છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનના નેતૃત્વ હેઠળ, આ જૂથની બેઠક મળી જેમાં શાળા ખોલવાની યોજના અંગ ડો.હર્ષ વર્ધન સાથે મંત્રીઓ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી . આગામી અનલોક માર્ગદર્શિકાઓમાં શાળા ખોલવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, શાળાઓ ખોલવાના નિર્ણયને લઈને આ મહિનાના અંત સુધીમાં સરકાર ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. અંતિમ નિર્ણય રાજ્ય સરકારો નક્કી કરશે કે, તેઓ ક્યારે શાળા ખોલવા માંગે છે.
તમને જણાવી દઈએ કે, જુલાઈમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, મોટાભાગના માતાપિતા તેમના બાળકોને સ્કૂલમાં મોકલવાની તરફેણમાં ન હતા. રાજ્ય સરકારો એમ પણ કહે છે કે, શાળાઓ ન ખોલવાને કારણે આવા બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેઓ ગરીબ છે અને જેમની પાસે ઓનલાઇન શિક્ષણની સુવિધા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP