લંડન: જો તમને કોઈ કહેકે કે પાણીને સોનામાં બદલી શકાય છે તો તમને તેના પર વિશ્વાસ નહીં કરો. પરંતુ હવે આ વાત એકદમ સત્ય છે. હા સાચે જ વૈજ્ઞાનિકોએ આ વાતને પણ સાર્થક સાબિત કરી છે. આ કિર્તી પ્રાગની ચેક એકેડમી ઓફ સાઈન્સિસમાં ફિઝીકલ કેમિસ્ટે કરી બતાવી છે. તેણે પાણીને સોનેરી અને ચમકેલી ધાતુમાં એક અનોખી તકનીક દ્વારા બદલી દીધી છે.
કોઈપણ વસ્તુ ઉપર વધારે પ્રેશર આપવાથી તે ધાતુમાં પરિવર્તીત થઈ શકે છે. તેમાં રહેલા એટમ અથવા તો મોલિક્યૂલ એટલા વધારે નજીક આવી જાય છે કે તેમના બહારના ઈલેક્ટ્રોન શેર થાય છે તેના દ્વારા ઈલેક્ટસિટી કંડક્ટ થઈ શકે છે. આવું જ 1.5 કરોડ અટમોસ્ફીરિક પ્રેશર પાણી ઉપર આપવાથી થઈ શકે છે. જે હાલમાં લેબ તકનીકમાં સંભવ નથી. તેમણે ઈલેક્ટ્રોન શેરિંગ માટે ક્ષારીય ધાતુઓનો ઉપયોગ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અલ્કાર્ડ મેટલ સોડિયમ – પોટેશિયલ જેવા રિએક્ટિવ એલિમેન્ટ્સનો સમૂહ હોય છે. જો કે આ પણ એક પડકાર હતો. કારણ કે, પાણીના સંપર્કમાં આવવાથી તે ભયંકર વિસ્ફોટકો થઇ શકે છે. તો પણ આવા પ્રયોગ તૈયાર કરવામાં આવ્યા હતા. જેથી પ્રતિક્રિયા ધીમી પડે અને વિસ્ફોટ ન થઇ શકે. એક સિરીંજ પોટેશિયમ અને સોડિયમથી ભરેલી હતી. જે ઓરડાના તાપમાન પ્રમાણે હોય છે જેને વેક્યુમ ચેમ્બરમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ આ મિશ્રણના ટીપા સિરીંજમાંથી કાઢવામાં આવ્યા હતા. જેમાં થોડી માત્રામાં વરાળ આપવામાં આવી હતી. આ ટીપાં પર પાણી થોડી સેકંડ માટે સ્થિર થઈ ગયું અને મિશ્રણના ટીપાં ઇલેક્ટ્રોન પાણીમાં ચાલ્યા ગયા અને પાણી થોડી સેકંડ માટે સોનેરી થઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.