દિલ્હીના પીરાગઢી મેટ્રો સ્ટેશન નજીક એક મહિલાએ કોરોનાવાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ વસુલતી ટીમને માર માર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થયેલા વિડીયોમાં મહિલાની ગુંડા ગર્દીને જોઈ શકો છો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે મહિલાઓની હુમલો કરવા બદલ ધરપકડ કરી છે.
આ ઘટના નવી દિલ્હીના પીરાગઢી મેટ્રો સ્ટેશન નજીક બની છે. જ્યારે બેમાંથી એક મહિલને માસ્ક ન પહેરવા બદલ ચલણ ભરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ, મહિલાઓએ દંડ ઉઘરાવતી ટીમના સભ્યોને માર માર્યો હતો. વીડિયોમાં મહિલા અધિકારીઓને અપશબ્દો બોલતી પણ નજરે ચડી રહી છે.
તેમણે કહ્યું કે, ટિકરી કલાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગ્રંથપાલ તરીકે પોસ્ટ થયેલ અને હાલમાં પંજાબી બાગ એસડીએમ ઓફિસમાં કાર્યરત આનંદે 6 ઓગસ્ટે ફરિયાદ કરી હતી કે તે અન્ય શિક્ષક અજમેર સિંહ અને નાગરિક સંરક્ષણ કર્મચારી સાથે પીરાગઢી મેટ્રો સ્ટેશન પર કોવિડ ડ્યુટીમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને જ્યારે તેઓએ માસ્ક ન પહેરવા બદલ એક મહિલાને રોકી હતી અને તેને ચલણ ભરવાનું કહ્યું હતું. ત્યારે તેણે તેના એમ્પ્લોયરને બોલાવીને ચલણ વસુલતી ટીમ પર હુમલો કર્યો હતો.
નાયબ પોલીસ કમિશનર પરવિંદર સિંહે કહ્યું કે, ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા, કોરોના સંક્રમણ અને આપત્તિ વ્યવસ્થાપન કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ બંને આરોપી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં માસ્ક ન પહેરવા બદલ બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.