અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જમુઈ (Jamui) માં બાઇક અને સ્કોર્પિયો (Scorpio)ની ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર બંને યુવાનો હવામાં ઉછળી પડ્યા હતા. જેમાં બાઇક સવાર વ્યક્તિ લગભગ 10 ફૂટ, તો પાછળ બેઠેલો યુવક 30 ફૂટ હવામાં ઉછાળ્યો હતો. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત સિકંદરા મુખ્ય માર્ગના મહિસૌડી પાસે થયો હતો. CCTV વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે લોકો બાઇક પર જઈ રહ્યા છે, સામેથી ભૂસાનો ગઠ્ઠો આવી રહ્યો છે. વિડીયો જોતા લાગી રહ્યુ છે કે સામસામે આવી રહેલી સ્કોર્પિયો યુવાનને દેખાતી ન હતી અને બંને વાહનો સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકો હવામાં ફૂટબોલના દડાની જેમ ઉછાળ્યા હતા. જ્યારે કારનું બોનેટ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
અકસ્માત બાદ ચાલક સ્કોર્પિયો લઈને ફરાર થઈ ગયો હતો:
આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. જ્યારે ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અહીં અકસ્માત બાદ કેટલાક લોકો ત્યાં એકઠા થઈ ગયા અને વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ગુસ્સે ભરાયેલા લોકો સ્કોર્પિયો ચાલકને રોકવા માટે કારની સામે પણ આવી જાય છે, તેમ છતાં તે કાર લઈને ભાગી જાય છે.
યુવક તેની બહેનના લગ્નની ખરીદી કરવા ગયો હતો:
મૃતકની ઓળખ લોહારા ગામના રહેવાસી અજીત કુમાર (24) તરીકે થઈ છે. તે તેની બહેનના લગ્ન માટે શાકભાજી ખરીદવા બજારમાં જઈ રહ્યો હતો. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ યુવકની ઓળખ છોટુ ઠાકુરના પિતા ભોલા ઠાકુર તરીકે થઈ છે. ગંભીર રીતે ઘવાયેલા યુવકની ખાનગી ક્લિનિકમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત નાજુક છે. ઘટના બાદ પરિવારજનોની હાલત કફોડી બનવા પામી છે.
જાણવા મળ્યું છે કે, અજીત કુમારની પિતરાઈ બહેનના આજે લગ્ન છે. લગ્નની વાત કરીએ તો યુવક મિત્ર સાથે બાઇક પર જમુઈથી શાકભાજી લઈને તેના ગામ લોહરા જઈ રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે યુવક અજીત કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે જ છોટુ ઠાકુર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.