હીરા બજારમાં મંદી દુર થવાના એંધાણ: લાસ વેગાસના એક્ઝીબીશનથી તૈયારનાં વેચાણમાં આવશે તેજી

સુરતનો હીરા ઉદ્યોગ (Diamond industry) રશિયા (Russia)અને યુક્રેન (Ukraine)ના યુદ્ધ બાદ થી મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ (Las Vegas Gem…

સુરતનો હીરા ઉદ્યોગ (Diamond industry) રશિયા (Russia)અને યુક્રેન (Ukraine)ના યુદ્ધ બાદ થી મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ (Las Vegas Gem and Jewelery show)પ્રમોશન કાઉન્સિલ આજથી 5 જૂન 2023 સુધી જેસીકે લાસ વેગાસમાં વિશ્વના 130 દેશના હીરા અને જ્વેલરીની જાણીતી કંપનીઓ ભાગ લઈ રહી છે. તેમાં ગોલ્ડ જ્વેલરી, લૂઝ હીરા, રંગીન જેમ્સ, મોતી જ્વેલર્સ અને રંગીન સ્ટોન જડેલા કિંમતી ઘરેણાં સહિતની ઉચ્ચ ગુણવત્તાની જુદી-જુદી પ્રોડક્ટ્સની ડિઝાઇન પણ જોવા મળશે. અમેરિકામાં યોજાનાર આ એક્ઝિબિશન માં વધુ વેપાર થતાં સુરત સહિતના અન્ય શહેરોમાં ફેલાયેલી મંદીના વમળ હવે દૂર થાય એવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

એક્ઝિબિશનમાં નવી જ્વેલરી મુકાશે

અમેરિકાના લાગ વેગાસમાં જેસીકે દ્વારા યોજાનારૂં એક્ઝિબિશન જ્વેલરી અને ડાયમંડ માર્કેટના (Las Vegas Gem and Jewelery show) નેટવર્કને મજબૂત કરવા અને વિદેશમાં એક્સપોર્ટમાં સુધારો કરવા માટેનું એક મહત્ત્વનું પ્લેટફોર્મ બની રહેશે, એમ સુરત દિનેશ નાવડીયા એ જણાવ્યું છે. સુરત સહિત ઇન્ડિયાના એક્સપોર્ટર્સ માટે આ એક્ઝિબિશન નવી ડિઝાઇનની જ્વેલરીના ટ્રેન્ડને વિશ્વના અન્ય દેશના વેપારીઓ સમક્ષ મૂકવાની ઉત્તમ તક બનશે. દર વર્ષે યોજાતા આ એક્ઝિબિશનમાં ખરીદદારો માટે પણ જ્વેલરીના દાગીના ઉત્તમ સ્થળ બની રહેશે.

મોટા ઓર્ડર મળે તેવી શક્યતા

ડાયમંડ એસોશિયેશન ના દિનેશ નાવડિયા (Dinesh Navdiya) સાથે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું છે કે ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે જેમ્સ અને જ્વેલરીના બિઝનેસ ખૂબ મહત્ત્વનો છે. ડાયમંડ અને જ્વેલરી માટે અમેરિકા મજબૂત માર્કેટ છે. વિશ્વભરમાં ડાયમંડનું હબ ઇન્ડિયા (Diamond Industry) બન્યું છે. અમેરિકાની માર્કેટમાં જેસીકેની ઉપલબ્ધી રિટેલ સેક્ટરની વધતી માંગનો પુરાવો છે. 

કોરોના પછી જ્વેલરીની અમેરિકમાં વધુ માંગ રહીસોદા થવાનો પણ આશાવાદ છે. આ છે. જેમાં ખાસ કરીને ઇન્ડિયાની માર્કેટમાં તૈયાર થયેલા દાગીનાની અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઇનીમાર્કેટમાં વધુ ડિમાન્ડ હોય છે. 

મળેલી માહિતી અનુસાર લાસ વેગાસમાં યોજાનારા એક્ઝિબિશનમાં ડિઝાઇન ગેલેરીમાં શ્રેષ્ઠ જ્વેલરી બનાવનાર કંપનીને આર્ટીસન એવોર્ડ પણ આપવામાં આવે છે. આ એવોર્ડ વિશ્વની માર્કેટમાં યોગ્ય દરજ્જા સુધી પહોંચે છે એક્ઝિબિશનમાં ડાયમંડ બોન્ડિંગ હેઠળ લોટ્સ જ્વેલ્સ ગોળ અને ફેન્સી ડાયમંડ જડેલી બાઇડલ વ્હાઇટ ગોલ્ડ રિંગ, સેપફાઇર, વાઇબ્રન્ટ રૂબી અને બ્રિલિયન્ટ ડાયમંડ સહિતથી જ્વેલરી આકર્ષણનું એક અદ્ભુત કેન્દ્ર હોય છે. 

વધુ વાત કરતા દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી હીરાબજારમાં ફેલાયેલી મંદી વચ્ચે લાસ વેગાસનું એક્ઝિબિશન સમગ્ર વિશ્વની જ્વેલરી કંપનીઓ માટે આશાનું એક નવું કિરણ સમાન બન્યું છે. તે એક્ઝિબિશનમાં મોટા ઓર્ડર મળે એવી શક્યતા છે, તેમજ મોટી રકમના એક્ઝિબિશનમાં લેબગ્નોન ડાયમંડ જ્વેલરી સાથે સંકળાયેલી કંપનીઓ પણ ભાગ લેનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *