ગરુડ પુરાણમાં જણાવેલ આ 4 આદતો અપનાવવાથી જીવનમાં ક્યારેય પણ નહીં મળે અસફળતા

Garuda Purana: હિંદુ ધર્મમાં કુલ 18 મહાપુરાણોનો ઉલ્લેખ છે. તમામ પુરાણોનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. પરંતુ તમામ પુરાણોમાં ગરુડ પુરાણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જેના પ્રમુખ દેવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે.અન્ય 18 પુરાણોમાં ગરુડ પુરાણ 17મું પુરાણ છે. અન્ય તમામ પુરાણોનો સાર આમાં વર્ણવેલ છે. આ જ કારણ છે કે તેને અન્ય 17 પુરાણો કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણની રચના મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસજી(Garuda Purana) દ્વારા કરવામાં આવી છે. તેમાં કુલ 19 હજાર શ્લોક છે. ગરુડ પુરાણ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને પક્ષી રાજા ગરુડ વચ્ચે જીવન, મૃત્યુ અને પુનર્જન્મ અંગેની વાતચીતનું વર્ણન કરે છે.

ગરુડ પુરાણમાં જન્મ, મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ મુજબ, જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે મૃતકની આત્મા 13 દિવસ સુધી ઘરમાં રહે છે. તેથી, 13 દિવસ સુધી ઘરે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે, જેથી મૃતકની આત્માને શાંતિ અને મોક્ષ મળે. પરંતુ આ સાથે જ ગરુડ પુરાણમાં સફળતા માટે પણ અનેક વસ્તુઓ કહેવમાં આવી છે. જો મનુષ્યે જીવનમાં સારા કર્મ કરી સફળતા મેળવવી હોય તો ચોક્કસપણે ગરુડ પુરાણ વાંચવી જોઈએ. તો ચાલો આજે અમે તમને ગરુડ પુરાણમાં અંકિત કરેલા સફળતાના  કેટલાક રહસ્ય વિશે જણાવીશું

પાપમાંથી મળશે મુક્તિ
સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગરૂડ પુરાણ મુજબ, જે માણસ પૂરી વિધિપૂર્વક એકાદશીનુ વ્રત કરે છે તો તેને પહેલાના જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે, આ સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે મદદ પણ મળે છે.

રોજ સ્નાન કરવું અને ચોખાય રાખવી
ગરૂડ પુરાણ મુજબ, માં લક્ષ્મીને સાફ-સફાઈ વધુ પસંદ છે. એવામાં માણસે જીવનમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દરરોજ સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ કપડા પહેરો. જ્યાં ગંદકી છે ત્યાં માં લક્ષ્મી વાસ કરતી નથી.

તુલસીના પાનની પૂજા કરો
હિન્દુ ધર્મમાં તુલસીને શુભ છોડ માનવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ પણ રહેલા હોય છે. એવામાં દરરોજ સવારે ઉઠીને તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પછી આ પાનનુ સેવન કરો. જેનાથી માણસ શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે, જે સફળતા અપાવવા માટે અત્યંત જરૂરી છે.