Security Guard And Policeman Got Drunk And Danced in Gujarat University: ગાંધીના ગુજરાત (Gujarat) માં દારૂબંધી (Darubandi) ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. ફરી એક વખત ગુજરાતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં કાયમી સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ વિભાગના સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીનો દારૂ પીતો વિડિયો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કાયમી સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ વિભાગની સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ નિભાવતા કર્મચારીનો ગુજરાત યુનિવર્સિટીના સરકારી ક્વાટર્સમાં દારૂ પીને ડાન્સ (Drunk And Danced) કરતા હોય તેવો વીડીયો સામે આવ્યો છે.
ફરી એક વખત ગુજરાત દારૂબંધીને લઈને શર્મસાર થયું છે. બંને સરકારી કર્મચારી સરકારી ક્વાટર્સમાં જ હાથમાં દારૂ અને ડાન્સ કરતા નજરે ચડ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બંને કર્મચારીઓના હાથમાં દારૂનો ગ્લાસ છે, અને પાછળના ભાગે ટેબલ પર દારૂની બોટલો દેખાઈ રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દારૂના નશામાં ધૂત થયેલા બંને કર્મચારીઓ મન મૂકીને નાચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા, લોકો એવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો રખેવાળ જ નશામાં ધૂત થઈને મહેફિલમાં મગ્ન રહેશે તો ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષાની જવાબદારી કોણ શિરે રહેશે?
સરકારી ક્વાટર્સમાં જ યોજાઈ દારૂ પાર્ટી
જાણવા મળ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમના કાયમી કર્મચારીઓને રહેવા માટે મકાનની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે વર્ષોથી સિક્યુરિટીમાં ફરજ બચાવી રહેલા કર્મચારીઓને પણ સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. જીએમડીસી પાસે આવેલા સરકારી ક્વાટર્સમાં થોડા દિવસ પહેલા જ દારૂની મહેફિલ જામી હતી.
દારૂની આ મહેફિલમાં પોલીસ વિભાગના સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મી ઈશ્વર મગનભાઈ પણ હાજર હતો. વીડિયોમાં જોઈ શકો છો કે, બંને કર્મચારીઓ દારૂના નશામાં ધૂત થઈને નાચી રહ્યા છે. અત્યારે હાલ સોશિયલ મીડિયા પર સરકારી ક્વાટર્સમાં બે સરકારી કર્મચારીઓનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે.
તમને જણાવી દઈએ કે, આ સરકારી કર્મચારી આવનારી 14 જૂન ના રોજ નિવૃત્ત થવાના હતા, જેની ખુશીમાં બંનેએ આ દારૂ પાર્ટી યોજી હતી. આટલું જ નહીં આ પાર્ટીમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વોચર્સ તરીકે ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પણ હાજર હતો. ASI ઈશ્વર મોટેભાગે ગુજરાત યુનિવર્સિટીમાં જ દેખાતો હતો. અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જોવાનું એ રહ્યું કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે સમય જતા આ ઘટનાને પણ ભુલાવી દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.