એ…એ…વિડીયોમાં જુઓ એક પછી એક બાઇકચાલકો રસ્તા પર લપસી પડ્યાં

Accident Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે અને સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચે તેવા વીડિયો વાયરલ થાય છે. તેમાં મોટાભાગના વિડ્યો ડાન્સ અને ફાઈટીંગના હોય છે. આ સિવાય પણ એવા ઘણા વીડિયો છે જે લોકોને(Accident Viral Video) ચોંકાવી દે છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે બે મિનિટ માટે વિચારવા લાગશો કે આવું કેમ થયું? તો ચાલો તમને વાયરલ વીડિયો વિશે જણાવીએ.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સીસીટીવી કેમેરાનો છે. તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં રસ્તા પર વળાંક આવે છે ત્યાં બાઈકર્સ સાથે એક વિચિત્ર ઘટના બની રહી છે. વીડિયોની શરૂઆતમાં, એક વ્યક્તિ તે વળાંક પર પહોંચે તે પહેલાં સ્લીપ થઇ જાય છે.

થોડા સમય પછી, અન્ય બાઇકર વીડિયોમાં આવે છે અને બાઇકને ફેરવતી વખતે તે પણ સ્લીપ ખાયને પડી જાય છે. વીડિયોમાં અન્ય બે સ્કૂટી ડ્રાઈવરો સાથે પણ આવી જ ઘટના બને છે. કાર ચાલક ત્યાંથી ખૂબ જ આરામથી જતો જોવા મળે છે.

લોકોએ આપી પોતાની પ્રતિક્રિયા
આ વીડિયો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું- તે જગ્યામાં થોડો લોભ કરેલો છે. અન્ય એક યુઝરે લખ્યું- મુવી જોતા હોય તેવું લાગે છે. ત્રીજા યુઝરે લખ્યું- શું થઈ રહ્યું છે? એક યુઝરે લખ્યું- કાદવને કારણે સ્લીપથઈ ગયો.

જો કે આ ઘટનામાં રાહતની વાત તો એ છે કે મોટી જાનહાની થતા તળી હતી. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.