જુઓ આ વ્યક્તિના શરીર માંથી ઉગે છે ઝાડની ડાળીયો, જાણો અહીં

અત્યાર સુધી માણસના હાથ પગ તો જોઈ હતા. પરંતુ બાંગ્લાદેશમાં એક માણસના હાથ પગ ની જગ્યાએ ઉગી નીકળ્યા છે ઝાડના થડ. આવો તે બાંગ્લાદેશના ટ્રી-મેન તરીકે ઓળખાતા અબ્દુલ બજનદાર વિશે જાણીએ.

બાંગ્લાદેશના ટ્રી-મેન તરીકે ઓળખાતા અબ્દુલ બજનદાર તેના હાથ કાપવા માંગે છે.તેઓએ સોમવારે કહ્યું,”મહેરબાની કરીને મારા હાથ કાપી નાખો, હું આ દુઃખથી છુટકારો મેળવવા માગું છું.”આ ટ્રી-મેન તરીકે ઓળખાતા અબ્દુલ બજનદાર ના હાથ પગ ની જગ્યાએ વૃક્ષો જેવી ડાળીઓ ઊગી નીકળ્યું છે. આ દુઃખ થી પીડાઈ રહેલા અબ્દુલ બજનદારન પોતાના હાથ કાપી નાખવાનું કરી રહ્યા છે.તે સમયે તેની પત્ની તેનો સાથ આપતા જણાવ્યું કે “હાથ કાપી નાખવાથી તે એક નર્ક જેવી પરિસ્થિતિ આવી જશે તેઓને આ ભયંકર પીડા થી છુટકારો મળશે.”

આ ટ્રી મેન ને ઉગી નીકળ્યા છે હાથ અને પગમાં વૃક્ષો જેવી ડાળીઓ જુઓ નીચેની તસવીર…….

ટ્રી મેન ને પહેલી વખત 10 વર્ષની ઉંમરમાં આ ક્રિયા શરૂ થઈ ગઈ હતી,2016 થી અત્યાર સુધી 25 વખત અબ્દુલ બજનદાર નામના આ વ્યક્તિની સર્જરી થઇ ચૂકી છે. વર્ષ 2016માં તેનું ઓપરેશન કરીને 6 કિલો વૃક્ષો જેવી ડાળીઓ દૂર કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં કારણકે ફરીથી આ પ્રકારના વૃક્ષો જેવી ડાળીઓ ઉગી નીકળ્યા છે.

આ ટ્રી મેન ની બીમારી શું છે???

અબ્દુલ બજનદાર એપીડેમોડિસ્લાસિયા નામની બીમારીથી પડી છે.આ રોગની “ટ્રી મેન સિંડોમ” પણ કહેવામાં આવે છે. હવે અબ્દુલ 28 વરસનો છે.તે જમીનને સંબંધિત એક રોગ છે.જેમાં અસાધારણતરીકે શારીરિક માળખામાં ત્વચા સાથે વિકસિત થઈ છે.જિનેટિક અને રેયર ડીસિઝ ઇન્ફર્મેશન સેન્ટર અનુસાર આ રોગથી પીડિત લોકોની સંખ્યામાં કહેવું મુશ્કેલ છે.પરંતુ અત્યાર સુધી દુનિયાભરમાં 200થી વધુ કિસ્સાઓ આ રોગથી પીડિત હોવાનું સામે આવ્યો છે.

2016 થી અનેક વખત અંદર સર્જરી કરાવી ચૂક્યા છે. જે વર્ષ 2016માં તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે ખાઈ શકતા નહોતા,કંઈ કામ કરી શકતા ન હતા અને પાણી પણ પી શકતા ન હતા ત્યાં સુધી કે તેમની દીકરીને પણ ખોળામાં લઈ શકતા નથી.

જો કે એક વખત સર્જરી બાદ તેઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા અને છેલ્લા વર્ષે તો તેની દવાઓ પણ બંધ કરી દીધી હતી અને ડોક્ટર પાસે જવાનું બંધ કરી દીધું હતું.ત્યારબાદ ફરીથી ઝાડની છાલ જેવી રચનાઓ વધવા લાગી, અને પગ સુધી તેના શરીરમાં ઊગી નીકળે.

અબ્દુલ બજનદાર હવે કરવા માંગે છે સારવાર……

અબ્દુલ મજેદાર કહે છે,મેં હોસ્પિટલ છોડીને ભૂલ કરી અને અન્ય પ્રકારના ઉપાયો નો સહારો લીધો.પરંતુ ત્યાં કોઈ ફાયદો નથી.હવે હું સમજુ છું કે મારે હોસ્પિટલમાં જવું જોઇએ અને સારવાર પૂર્ણ કરવી જોઈએ.

અબ્દુલ નું એવું કહેવું છે કે પ્લાસ્ટિક સર્જરી કરનાર સામંતા લાલ સેન કહે છે કે “ડોક્ટર ટુક સમયમાં તેની સારવાર શરૂ કરશે.પરંતુ સારવાર ફરીથી શરૂ કરવી પડશે.”

અબ્દુલ વજનદાર એ કહ્યું કે આ જ આકારો મારા શરીરના અન્ય ભાગમાં વધવાની શરૂઆત થઈ ચૂકી છે. હું આશા રાખું છું કે ડોક્ટર મારી આ બીમારીની સારી રીતે તપાસ કરશે. જોકે મારી યોગ્ય સારવાર ન કરાવે તો તે કેન્સરમાં ફેરવાશે. પરંતુ આ પીડા સહન કરવી અસહ્ય છે. મારે મારા હાથ અને પગ કાપી નાખવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *