જુઓ દુનિયાના મહાન વ્યક્તિએ કેવી રીતે ‘યોગ’ દ્વારા છોડ્યા દારુ અને ડ્રગ્સ?

રસેલ બ્રાંડ (Russell Brand) એક પ્રામાણિક અને પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઓળખાય છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ તે એસિડ, હેરોઈન, ડ્રગ્સ અને આલ્કોહોલ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો હતો. પરંતુ જ્યારથી તે યોગમાં જોડાયો ત્યારથી તે સમજી ગયો કે તે તેના આત્મા અને હૃદયને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે. રસેલ બ્રાંડ કહે છે કે – યોગાભ્યાસ દ્વારા, હું પ્રમાણિકતા માટે ઓળખાયો. દરેક ક્ષણે ભગવાનને મળવાથી, હું એક પ્રામાણિકતા અનુભવું છું જે મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યું નથી.

રસેલે 23 ઓક્ટોબર 2010ના રોજ રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વમાં પ્રખ્યાત ગાયિકા કેટી પેરી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમનું કહેવું છે કે હિંદુ ધર્મ માનવ આત્માને મુક્તિનો માર્ગ બતાવે છે. તમને જણાવી દઈએ કે રસેલ 14 વર્ષની ઉંમરે શાકાહારી બની ગયો હતો અને તે દરરોજ કલાકો સુધી ધ્યાન કરે છે અને મંદિરોમાં ભગવાન કૃષ્ણના ભજન ગાય છે. બ્રાન્ડે માંસાહારી ખોરાક પણ છોડી દીધો છે અને સંપૂર્ણપણે શાકાહારી થઈ ગયો છે.

સર્વગ્રાહી કોમેડિયન રસેલ બ્રાંડે યોગ કરીને પોતાની જાતને પુનઃશોધ કરી છે. યોગાએ અભિનેતાને ખોટા રસ્તેથી પાછો લાવ્યો છે. રસેલ ડ્રગ્સ અને એડિક્શન જેવી બાબતો માટે સમાચારમાં હતો. પણ ત્યારથી તેણે યોગનો માર્ગ પસંદ કર્યો. તે આ બધી ખોટી બાબતોથી દૂર થઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Russell Brand (@russellbrand)

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે દેશભરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. શરીરને સ્વસ્થ અને રોગોથી મુક્ત રાખવા માટે નિયમિત રીતે યોગાસન કરવાથી ઘણો ફાયદો થાય છે. યોગથી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવનમાં સુધારો થયો છે. જે લોકો પોતાના જીવનથી નિરાશ હતા. તેમના માટે પણ યોગ વરદાન સમાન સાબિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *