ગ્રીષ્માને દુલ્હનના રૂપમાં કાયમ માટે સુતેલી જોઈ, ચોધાર આંસુએ રડી પડ્યા માતા- વિડીયો જોઇને તમે પણ રડી પડશો

આજે વહેલી સવારે ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) ની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. ગ્રીષ્માને દુલ્હનની જેમ તૈયાર કરી હતી. જ્યારે અંતિમ વાર પરિવારના સભ્યો ગ્રીષ્મા દીકરીને દુલ્હનના રૂપમાં જોઈ રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં ચારે તરફ શોકનો માહોલ છવાયો હતો. માતા ગ્રીષ્માને દુલ્હનના રૂપમાં જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સાથોસાથ ત્યાં હાજર દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ હતી.

આ ઘટનાથી, સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. પિતા આફ્રિકા હોવાથી બે દિવસ સુધી અંતિમયાત્રા નહોતી કાઠી, પરંતુ આજે વહેલી સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાવભીની વિદાય આપવા પહોંચ્યા હતા. ત્યારે એવા દ્રશ્યો સર્જાયા હતા કે, જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

છેલ્લી વાર પોતાની દીકરીને જોતા, ગ્રીષ્માની માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ક્યારેય નહોતું વિચાર્યું કે, આટલી નાની ઉંમરે ગ્રીષ્મા પરિવારના સભ્યોને છોડીને આવી રીતે જતી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *