રસ્તા પર ભૂખથી તડપતા બાળકોને જોઇને પોલીસ અધિકારીએ પોતાનું જમવાનું આપી દીધું- આ વિડીયો જોઇને…

હાલ સોશિયલ મીડિયામાં પોલીસ કોન્સ્ટેબલનો એક વિડીયો ખુબ વાયરલ થઈ રહયો છે અને લોકો વધુમાં વધુ લાઈક અને શેર કરી રહ્યા છે. તો આવો જાણીએ કે, એવું તો શું છે આ વિડીયોમાં કે જેને લોકો આટલો પસંદ કરી રહ્યા છે. આ વિડીયોમાં એક પોલીસ કોન્સ્ટેબલના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. હકીકતમાં તો વાત એમ હતી કે, પોલીસ કર્મચારીએ પોતાની ફરજ દરમિયાન રસ્તા પર બે માસૂમ બાળકનો લોકો પાસેથી રસ્તા પર ભીખ માગતા જોયા હતા.

તે દરમિયાન પોલીસ તરત જ તેમની પાસે ગયા અને પોતાની પાસે રાખેલી બેગમાંથી પોતાનું જમવાનું કાઢી તેમને આપી દીધું હતું અને આ વીડિયોને તેલંગણા પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સોમવારે શેર કરવામાં આવ્યો. પોતે ભૂખ્યા રહીને પણ જરૂરીયાતમંદને પોતાનું જમવાનું આપીને આ પોલીસ ઓફિસરે માનવતા મહેકાવી હતી. આ વિડીઓ ખુબ વાયરલ થવાની સાથે લોકોએ પોલીસ કોન્સ્ટેબલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો ટ્વિટર પર આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ પણ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ભૂખ્યા બાળકોને પોતાનું ટિફિન આપી દેનાર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશે હૈદરાબાદમાં ફરજ દરમિયાન આ બાળકોને રસ્તા પર ખાવાનું માગતા જોયા હતા. વાહ… આ સારા કામની એક નાની પહેલ પણ મોટો બદલાવ લાવી શકે છે. અમને આશા છે કે આ બાળકોને સુરક્ષિત આશરો મળશે. આ તામામ વિગત વીડિયોના કેપ્શનમાં પોલીસ અધિકારીએ લખી હતી.

વધુ જાણકારી મુજબ, આ વીડિયો તેલંગણા પોલીસે 17 મેના રોજ ટ્વિટ કર્યો હતો. તેના કેપ્શનમાં લખ્યું હતું ‘જ્યારે પંજાગુટ્ટા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો તેમણે જોયું કે, રસ્તાની બંને તરફ બે ભૂખ્યા બાળકો લોકો પાસેથી ખાવાનું માગતા હતા. તેમણે તરત જ પોતાના બેગ માંથી પોતાનું જમવાનું કાઢ્યું અને બાળકોને ખવડાવ્યું હતું’ આ વીડિયોને આજે સેકંડો લાઈક અને વ્યુસ મળ્યા છે અને લોકોએ પોલીસ અધિકારીની આ કામગીરીને બિરદાવી છે.

દોઢ મીનીટની આ વિડીયો કલીપએ દેશના કરોડો લોકોના દિલમાં માનવતા મહેકાવી દીધી છે. પહેલા તો પોલીસ કોન્સ્ટેબલ બંને ભૂખ્યા બાળકોને ડીસ આપે છે અને ત્યારબાદ પોતાનું ટીફીન કાઢી જમવાનું પીરસે છે. આ સાથે જ બંને ભૂખ્યા બાળકો ખુબ જ ખુશ થઇ જાય છે અને આવા નાના નાના કામની શરૂઆત જ એક દિવસ મોટો બદલાવ લાવી શકે છે. જો તમને પણ આ પોસ્ટ ગમી હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *