અચાનક જંગલી જાનવર સામે આવતા આ શખ્સ એવી હરકત કરવા લાગ્યો કે… વિડીયો જોઇને તમે પણ ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયા(Social media) એક એવી જગ્યા છે જ્યાં દરરોજ અવનવી વસ્તુઓ વાયરલ(Viral) થતી રહે છે. ક્યારેક બાળકોના વીડિયો તો ક્યારેક લગ્નના વીડિયો વાયરલ થતા રહે…

સોશિયલ મીડિયા(Social media) એક એવી જગ્યા છે જ્યાં દરરોજ અવનવી વસ્તુઓ વાયરલ(Viral) થતી રહે છે. ક્યારેક બાળકોના વીડિયો તો ક્યારેક લગ્નના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયોમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો અદ્ભુત સંબંધ પણ જોવા મળે છે. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓને જોઈને માનવીની હાલત બગડે છે, પરંતુ આ વીડિયો જોયા પછી તમને લાગશે કે શું આ વ્યક્તિ પાગલ હતો? આ વીડીઓમાં એક વ્યક્તિ શિયાળની સામે જ ઉભો રહી ગીતો ગાતો જોવા મળી રહ્યો છે. હા, એ જ શિયાળ, જે પળવારમાં તેના દાંત વડે કોઈપણ વ્યક્તિની ચામડી ઉતારી શકે છે. પરંતુ, શિયાળનો પ્રતિભાવ ખુબ જ ચોકાવનારો છે.

શિયાળની ખૂબ જ નજીક ગીત ગાતો રહ્યો:
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર _thornpipe_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ શિયાળની સામે બરફમાં ઊભો રહીને ગિટાર વગાડતો જોવા મળ્યો હતો. સૌથી નવાઈની વાત એ હતી કે શિયાળ પણ તે વ્યક્તિની સાથે ખૂબ જ આરામથી ઊભું હતું અને તેનું ગીત સાંભળતું હતું. થોડીવાર પછી તે વ્યક્તિની નજીક આવવા લાગ્યો. આ દરમિયાન વ્યક્તિના ચહેરા પર સહેજ પણ ડર નહોતો. બંને સામસામે બેઠેલા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Andy Thorn (@_thornpipe_)

પુત્ર સાથે બનાવેલ વિડિયો:
માણસની આટલી નજીક આવ્યા પછી પણ શિયાળે હુમલો ન કર્યો, તે ચોંકાવનારું હતું. આ માણસ ગીતમાં ફક્ત શિયાળ વિશે જ ગુંજારતો હતો. મળેલી માહિતી અનુસાર, આ વ્યક્તિના નાના દીકરાએ આ વીડિયો શૂટ કર્યો છે. લોકો આશ્ચર્યમાં છે કે તે વ્યક્તિએ આવું કરીને પોતાનો અને તેના બાળકનો જીવ જોખમમાં મૂક્યો હતો. પરંતુ, આ વિડીઓ લોકોને ખુબ જ પસંદ આવ્યો છે. સોશિયલ મીડિયા પર તેને હજારો વખત જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *