5 લાખનું ગાઉન અને બે લાખ નું પર્સ લઈને એવોર્ડ ફંક્શનમાં પહોંચી Urvashi Rautela- જુઓ તસ્વીરો

બોલિવૂડની(Bollywood) ખૂબસૂરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રી Urvashi Rautela તાજેતરમાં હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ્સ 2022(Hello Hall of Fame Awards 2022) માં ખૂબ જ ગ્લેમરસ અને સિઝલિંગ લુકમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં ઉર્વશી ખુબ જ આકષર્ક લૂકમાં દેખાઈ હતી. એવોર્ડ સમારંભમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ ખાસ લુકમાં હાજરી આપી હતી. પરંતુ આ બધામાં Urvashi Rautela એ હંમેશની જેમ પોતાના અદભૂત દેખાવથી દરેકને પોતાની તરફ આકર્ષી લીધા હતા.

અભિનેત્રી Urvashi Rautela એ એવોર્ડ ફંક્શન માટે ડીએલ માયા દ્વારા ડિઝાઈન કરેલો બ્લુ કલરનો ડીપ કટ હાઈ સ્લિટ બોડી ફીટીંગ લાંબો ગાઉન પહેર્યો હતો, જેમાં ચમકતા ગોલ્ડન ફ્લોરલ પેટર્ન વર્ક હતું. મળેલી માહિતી અનુસાર, ઉર્વશીના આ ગ્લેમરસ ગાઉનની કિંમત 5.5 લાખ રૂપિયા છે. ડ્રેસની સાથે અભિનેત્રીએ 2 લાખ રૂપિયાની કિંમતનો Oceanaનો સ્ટાઇલિશ ક્લચ પણ લઈ લીધો હતો. Urvashi Rautela ની બંગડીઓની કિંમત પણ લગભગ 2 લાખ રૂપિયા છે. અભિનેત્રીનો આખો લુક લગભગ 10 લાખ રૂપિયામાં પૂરો કરવામાં આવ્યો છે.

અભિનેત્રીએ બ્લુ સેક્સી ગાઉન સાથે પોતાનો મેકઅપ ન્યૂનતમ રાખ્યો છે. અભિનેત્રીએ ડ્રામેટિક આઇ લુક સાથે ન્યૂડ બ્રાઉનિશ કલરની લિપસ્ટિક લગાવી છે. અભિનેત્રીએ તેના વાળ એક બાજુથી અલગ કરીને ખુલ્લા રાખ્યા હતા. તેણે સિલ્વર ઈયર રિંગ્સ, બંગડીઓ, ફિંગર રિંગ્સ પહેરીને પોતાનો ગ્લેમરસ લુક પૂરો કર્યો છે.

અભિનેત્રી Urvashi Rautela એ આ લુકમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના વીડિયો પણ શેર કર્યા છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઉર્વશી જ્યાં પણ જાય છે, તે પોતાના સુપર સ્ટનિંગ લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. ઉર્વશીનો લુક એટલો આકર્ષક છે કે ચાહકો ઈચ્છા છતાં પણ અભિનેત્રી પરથી નજર હટાવી શકતા નથી. હવે અભિનેત્રીના નવા લુકએ ચાહકોને ખરેખર દિવાના બનાવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *