હાલ કોરોના વાયરસને સામે સમગ્ર વિશ્વ એકજુથ થઇ લડત લડી રહ્યું છે, એવી જ પરિસ્થતિ છે ભારતની. ભારતમાં પણ કોરોનાને હરાવવા લોકડાઉન જાહેર કરી દીધું હતું. અત્યારે લોકડાઉનનો ચોથો ભાગ ચાલી રહ્યો છે. આપણે વાત કરીએ તો લોકડાઉન અમુક લોકો માટે ખુબ સારું સાબિત થયું છે અને અમુક લોકો માટે ખુબ ખરાબ સાબિત થયું છે.
લોકડાઉનથી કોરોના સામે લડવામાં ખુબ ફાયદો તો થયો છે પણ લાખો લોકો આજે લોકડાઉનથી બેઘર થયા છે. પોતાનું વતન મૂકી કામ અને પૈસાની તલાસમાં શહેરોમાં આવેલા લોકો માટે આ લોકડાઉન ખુબ ખરાબ સાબિત થયું છે. લોકડાઉન થવાથી દરેક ધંધાઓ બંધ થતા આ તમામ લોકો રસ્તા પર આવી ગયા છે, અને તેઓ પોતાના વતન પાછા જવા માંગે છે પણ કોઈ સુવિધા મળી નથી રહી.
આવા સમયમાં લોકો કેવી ગંભીર પરિસ્થતિ થી જુજ્મી રહ્યા છે તેનો એક વિડીયો કૃણાલ કામરાએ શેર કર્યો છે. કૃણાલ કામરાની વાત કરીએ તો પોતે ખુબ મોટા યુટયુબર છે. કૃણાલ કામરાએ પગપાળા જતા મજૂરોની તકલીફો મોદી જોઈ રહ્યા હોય તેવો વિડીયો એડિટ કરીને પોતે શેર કર્યો છે, અને તકલીફથી પીડાઈ રહેલા મજૂરોની પરિસ્થતિ વીડિયોના માધ્યમ દ્વારા બહાર વ્યક્ત કરી છે.
*Bizzare is the new normal here* pic.twitter.com/QJxpnZXJsZ
— Kunal Kamra (@kunalkamra88) May 17, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.