આ જોઈ સમગ્ર ઉંદર સમાજમાં ડરનો માહોલ, વિડીયો જોઈ તમે પણ આવું જ કહેશો…

Rat Viral Video: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ અલગ અને અનોખી છે. અહીંયા દરરોજ અલગ અલગ પ્રકારના વિડીયો અને ફોટો વાયરલ થતા રહે છે જેને તમે પણ જોતા જશો. કેટલાક વિડિયો પ્રેરણાદાયી હોય છે તો કેટલાક હસાવનારા હોય છે. ક્યારેક ક્યારેક કેટલાક (Rat Viral Video) એવા વિડીયો વાયરલ થાય છે જેને જોઈ લોકોને ખૂબ આશ્ચર્ય થાય છે. આજે પણ એવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ઉંદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અત્યાર સુધી ક્યારેય જોવા નથી મળ્યો.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
આજે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે લોકો જુગાર રમી રહ્યા છે. એક વ્યક્તિએ જમીનમાં મોટો ખાડો કરી ત્યાં ચાર નાના દર બનાવ્યા છે અને તેને એ,બી,સી,ડી નામ આપવામાં આવ્યા છે. તેમજ તેણે પોતાના હાથમાં એક દોરી પકડી રાખી છે અને જેની સાથે એક ઉંદરની પૂંછડી બાંધેલી છે. હવે લોકો પોતાના મનધાર્યા એક દર પર પૈસા લગાવી રહ્યા છે અને જ્યારે તે ઉંદરને જમીન પર મુકશે તો ઉંદર ચારમાંથી એક દરમાં  ઘૂસી જશે. જે દરમાં ઉંદર જશે, તે પોતાના પૈસા ડબલ જીતશે અને બાકીના લોકો હારી જશે. જોકે કોઈ જીવ કે ઉંદર સાથે આવું કરવું એ સંપૂર્ણ રીતે ખોટું છે. તમે પણ આવું કરવાથી બચો. ત્રિશુલ ન્યુઝ આવી કોઈ પણ જનાવરો સાથે દૂર વ્યવહાર કરવાની ઘટનાને સમર્થન કરતું નથી. આ વીડિયોનો હેતુ માત્ર મનોરંજનનો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વીડિયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શન માં લખેલું છે કે સમગ્ર ઉંદર સમાજમાં ડરનો માહોલ. આ વિડીયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે ઉંદરને શાંતિથી રહેવા દો. બીજા યુઝરે લખ્યું કે અરે ભાઈ આ શુ દેખાડી દીધું? તો અન્ય એક લખે છે કે પ્રાણીઓ સાથે આવો વ્યવહાર યોગ્ય નથી.