જો અહિયાં સેલ્ફી લેતા પકડાયા તો મળશે મોતની સજા, મોટાભાગના ગુજરાતીઓ જાય છે આ સ્થળે…

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જે પ્રવાસીઓને ખુબ પસંદ પડે છે.દુનિયામાં બીચ પર પ્રવાસીઓની પહેલી પસંદગી છે. આજના જમાનામાં આનંદ માટે પ્રવાસીઓ આવા સ્થળોએ જતાં હોય છે અને તેની યાદગાર માટે સેલ્ફી લેતા હોય છે. પરંતુ થાઈલેન્ડમાં એક બીચ છે જ્યાં સેલ્ફી લેવા પર ટુરિસ્ટને મોતની સજા આપવામાં આવી શકે છે.થાઈલેન્ડમાં આવેલી ફુકેટ આઈલેન્ડ બીચ પર સેલ્ફી લેવાની સખત મનાઈ છે. અહીં માત્ર સેલ્ફી લેવા પર મોતની સજા આપવામાં આવી શકે છે.

આ બીચ પાસે એર પોર્ટ છે અને અહીં હંમેશા ફ્લાઈટ્સની અવર-જવર રહે છે. આ કારણે અધિકારીઓએ અહીં સેલ્ફી લેવા પર ચેતવણી આપેલી છે. અધિકારીઓનું કહેવું છે કે, ફ્લાઈટના ટેક ઓફ દરમિયાન પાયલટનું ધ્યાન સેલ્ફી લેનારા લોકો પર જઈ શકે છે. એવામાં ધ્યાન ભટકવાના કારણે વિમાનનું બેલેન્સ બગડી શકે છે. જેના લીધે અહીં સખ્ત ચેતવણી જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે, નિયમ તોડનારાઓને મોતની સજા આપવામાં આવી શકે છે.

અધિકારીઓ દ્વારા બીચ પર એક ઘેરો બનાવવામાં આવ્યો છે અને અહીં પ્રવાસીઓને સેલ્ફી લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફુકેટ આઈલેન્ડ એરપોર્ટ પર ઘણી ભીડ રહે છે અહીં આવેલા લોકો ઉડતા વિમાન સાથે સેલ્ફી લેવાનું પસંદ કરે છે. આ જગ્યા ટુરિસ્ટને ઘણી પસંદ પડે છે. પરંતુ લોકોના શોખના કારણે પાયલટ અને ટુરિસ્ટ બંન્ને માટે ખતરો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *