Selfie Viral Video: સેલ્ફી પાછળ દુનિયાભરના લોકો પાગલ થઈ જતા હોય છે. એટલી હદ સુધી કે તેઓ પોતાના જીવને પણ જોખમમાં મૂકે છે. આવું જ એક વિડિયો તાઇવાનથી વાયરલ (Selfie Viral Video) થયો છે. જ્યાં એક મહિલા ટ્રેન સાલથી સેલ્ફી લેવાના ચક્કરમાં યમરાજ ભાળી જાય છે.
આજના સમયમાં લોકોમાં સેલ્ફી લેવાનો એવો ક્રેઝ છે જેને લઈને પોતાના જીવની બાજી લગાડે છે. સોશિયલ મીડિયાના આ યુગમાં આ ટ્રેન્ડ અત્યાર સુધી ઘણા લોકોનો જીવ લઈ ચૂક્યો છે. જેના ઘણા ઉદાહરણો આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. એટલી હદ સુધી લોકો પાગલ બની જાય છે કે નામ કમાવા અને કેમેરામાં અનોખા ફળોને કેદ કરવા માટે લોકો ખોફના જગ્યાઓ ઉપર સેલ્ફી લેવામાં અચકાતા નથી.
હાલમાં જ સામે આવેલા એક વીડિયોમાં આ પ્રકારની જ ઘટના જોવા મળી છે જે તેને ભારે પડી ગઈ છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો તાઇવાન નો છે, અહીંયા એક મહિલા પર્યટક ચાલતી ટ્રેન સાથે ફોટો પાડી રહી હતી. એવામાં જ કંઈક એવું થયું જેની કલ્પના તેણે પોતાના જીવનમાં ક્યારેય નહીં કરી હોય.
મીડિયામાંથી પ્રાપ્ત થતી જાણકારી અનુસાર 14 ડિસેમ્બરના રોજ તાઇવાનમાં ચીઆઇ માં અલીશાન ફોરેસ્ટ રેલ્વે ટ્રેન પાસે લુઈ નામની મહિલા રજાઓ પસાર કરવા માટે પહોંચી અને ટ્રેનને જોતાની સાથે જ એકદમ તેની નજીક ઉભી રહી ગઈ. જોકે આ દરમિયાન એક એવી દુર્ઘટના સર્જાય છે જેના લીધે તે ઘાયલ થઈ જાય છે.
Woman in Taiwan miraculously survives getting hit by a locomotive when she posed for a selfie on December 14.
The 55-year-old suffered a broken foot.
She’s lucky to be alive.pic.twitter.com/dfwfjElI7n
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) December 16, 2024
અહીંયા જુઓ વિડિયો
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ મહિલા ટ્રેનની જોઈને એકદમ ઉત્તેજિત થઈ જાય છે અને પાટણની એકદમ નજીક પહોંચી ફોટો ખેંચવા લાગે છે. જોકે આ દરમિયાન ટ્રેન નો લોકો પાયલેટ હોર્ન વગાડીને તેને સચેત કરી રહ્યો હોય છે. પરંતુ મહિલા ફોટોગ્રાફી કરવામાં એટલી મશગુલ હોય છે કે હોર્ન ને નજર અંદાજ કરે છે. એવામાં જોત જોતામાં જ તેની ટ્રેન સાથે જોરદાર ટક્કર થઈ જાય છે. સ્થાનિક મીડિયાનું માનીએ તો આ ટક્કરને કારણે લોહીના જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચે છે પરંતુ તેનો જીવ બચી જાય છે. આ રીતે તે યમરાજની મુલાકાત કરી પરત ફરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App