‘HI’ મોકલો અને મેળવો નોકરી: મોદી સરકારે બેરોજગાર લોકો માટે ખોલ્યો પટારો, જાણી લો

હાલમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કૃત્રિમ ચૅટબોટ શરૂ કરવામાં આવી છે. ડીએસટીની સૂચના પુર્વાનુમાન અને મુલ્યાંકન પરિષદે શ્રમિક શક્તિમંચ નામથી એક પોર્ટલ બનાવ્યું છે.…

હાલમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કૃત્રિમ ચૅટબોટ શરૂ કરવામાં આવી છે. ડીએસટીની સૂચના પુર્વાનુમાન અને મુલ્યાંકન પરિષદે શ્રમિક શક્તિમંચ નામથી એક પોર્ટલ બનાવ્યું છે. જે મજૂરો, લઘુ અને મધ્યમ ઉદ્યોગને વૉટ્સપથી જોડશે.

TIFACના કાર્યકારી નિદેશન પ્રદીપ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે સક્ષમની ઉત્પત્તિ કોવિડ-19 મહામારી દરમિયાન થઇ હતી. જ્યારે લૉકડાઉન થઇ ગયુ હતુ ત્યારે સંપૂર્ણ ભારતમાં વગર કામના લાખો પ્રવાસી મજૂરો ઘરે પાછા ફરવા પર મજબૂર થયા હતા. પ્રવાસી મજૂરો તેમના પરિવાર સાથે હજારો કિમી ચાલીને ગયા હતા. જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ભારતીય મહામારી અનુભવના પરિભાષિત પહેલુઓમાંથી એક છે.

લૉકડાઉનમાં સમગ્ર પ્રવાસી મજૂરોને તેમના મૂળ સ્થાન પર જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. શ્રીવાસ્તવ દ્વારા નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં પોર્ટલના શુભારંભ દરમયિાન કહેવામાં આવ્યું હતું કે, તેમનામાંથી કેટલાક લોકોએ તો સાવ નોકરી ગુમાવી દીધી હતી.

આ પોર્ટલમાં સમગ્ર ભારતના MSMEના ભૂ-સ્થાનિક નક્શો સામેલ છે. નોકરીઓની ઉપલબ્ધતાઓ અને આવશ્યક કૌશલ પર ડેટાનો ઉપયોગ કરતા, પોર્ટલ પોતાના ક્ષેત્રોમાં સંભવિત રોજગારના અવસરો સાથે મજૂરોને મેળ ખાશે. આ 7208635370 નંબર પર ઉપલબ્ધ છે.

એક વાર એક મજૂરે વૉટ્સઍપ ચેટબોટ પર એક સંદેશ મોકલ્યો હતો, આ વ્યક્તિ અને તેના કાર્યના અનુભવ વિશે જાણકારી માંગવા પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ એઆઇ સિસ્ટમ ઉપયોગકર્તાને નજીકમાં નોકરી અપાવી દેશે. આ ચૅટ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે. જે લોકો પાસે ફીચર ફોન છે તે લોકો 022-67380800 પર મિસ કોલ કરીને એપ્લાય કરી શકશે.

શ્રીવાસ્તવે કહ્યું કે, અમે ભારતના વિભિન્ન MSME અને સંબંધિત સંગઠનો સુધી પહોંચી ગયા છીએ અને તેમને આ પોર્ટલ પર સાઇન ઇન કરવા માટે અનુરોધ કર્યો છે. જે લોકો રોજગારી શોધી રહ્યાં છે તે લોકોને આ પોર્ટલ થકી ખુબ લાભ પ્રાપ્ત થશે.

આ પોર્ટલ ઓનબોર્ડ છે. પરંતુ, શ્રીવાસ્તવે કહ્યું કે, મજૂરો અને શ્રમિકો સુધી પહોંચવુ અને તે લોકો પોર્ટલનો લાભ લે તે  કોઈ પડકારથી ઓછુ નથી. પ્રવાસી મજૂરોનો કેટલોક ડેટા નિતી આયોગ પાસે ઉપબલ્ધ છે અને તે ડેટાનું ઉન્નતી નામના પોર્ટલ પર પંજીકરણ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *