જાણો એવી તો શું આફત આવી પડી કે, એક પિતાએ જ માસુમ બાળકને આપ્યું દર્દનાક મોત- કારણ જાણી…

દિવસે ને દિવસે વધતા જતા હત્યાકાંડના(Murder) કેસોમાં રૂદ્રપુરથી(Rudrapur) એક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના માત્ર સાડા ત્રણ વર્ષના જ માસૂમ પુત્રની હત્યા કરી દીધી હતી કારણ કે તે એક હિમોફીલિયાથી (Hemophilia) નામની બીમારીથી પીડીત હતો જેની સારવાર માટેનો ખર્ચ ઘણો હતો અને તે દેવામાં ડૂબી ગયા હતા.

આ સનસનાટીભર્યા સમાચારે માત્ર મૃતક બાળકના પરિવારને જ નહીં પરંતુ પોલીસ સહિત દરેકને ચોંકાવી દીધા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પિતાએ પોતાના પુત્રના ગુમ થવાની ખોટી કહાની પણ બનાવી હતી. જો કે, બહેરી પોલીસ સ્ટેશનના ઢાકિયા ગામમાં એક નાળા નજીકથી પોલીસને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે આરોપી પિતાને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

મળેલી માહિતી અનુસાર કિછાના વોર્ડ 19 સિરૌલીકલામાં રહેતા મોહમ્મદ તારિકે મંગળવારે સાંજે પુલભટ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તે તેનું સાડા ત્રણ વર્ષનું બાળક સવારે 11 વાગે ઘરની બહાર રમતી વખતે ગુમ થઈ ગયો હતો. પોલીસે ગુમ થયેલ બાળકની નોંધ કરીને શોધખોળ શરૂ કરી ત્યારે 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જયારે એક ફૂટેજમાં, પિતા જ બાળકને બાઈક પર બેસાડીને પુલ તરફ લઇ જતા નજરે ચડ્યો હતો.

ત્યારબાદ પોલીસને તેનો મોબાઈલ સ્વીચ ઓફ હોવાની શંકા જતાં તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી અને પિતાએ સત્ય બોલી દીધું હતું. એસપી સિટી મમતા બોહરાના જણાવ્યા મુજબ, તારિકે બેંક માંથી લોન લઈને ટ્રક ખરીદ્યો હતો, જેમાંથી તે પોતાના પરિવારનું ગુજરાન કરતો હતો. પૂછપરછ દરમિયાન તારીકે જણાવ્યું હતું કે, બાળકને જન્મથી જ હિમોફિલિયાની બીમારી હતી. સારવારમાં ઘણો ખર્ચ થાય એમ હતો અને તે પહેલેથી જ દેવામાં ડૂબેલો હતો. બે દિવસ પહેલા પણ બાળકના કાનમાંથી લોહી નીકળ્યું ત્યારે હલ્દવાનીના ડોક્ટરે દિલ્હીમાં ઘણા મોંઘા ટેસ્ટ અને સારવારની સલાહ આપી હતી. પિતાએ જણાવતા કહ્યું કે, શાબાનની સારવારના વધતા ખર્ચ, લોનના હપ્તા ન ચૂકવવા અને ટ્રકના ધંધામાં થયેલા નુકસાનને કારણે તે તણાવમાં હતો, તેથી તેણે ત્રણ વર્ષના બાળકનું ગળું દબાવી દીધું.

જાણવા મળ્યું છે કે, પિતા પહેલા તેના બાળકને બાઇક પર ફેરવવાના બહાને લઇ ગયો અને પછી બાળકને ઘરની બહાર છોડી ગયો. થોડીવાર પછી છુપાઈને તે શાબાનને ફરીથી તેની બાઇક પર ઢાંકિયા તરફ લઈ ગયો. અહીં તેણે શાબાનનું ગળું દબાવ્યું. ઘરે પરત ફર્યા બાદ, શાબાનના ગુમ થવા પર ખોટા નાટક કર્યા, તેણે પરિવારના સભ્યો સાથે શોધખોળ શરૂ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, તારિકને બે બાળકો હતા, જેમાંથી તેણે નાના પુત્ર શબાનની હત્યા કરી હતી. હવે તેના ઘરે પત્ની આયેશા અને 6 વર્ષનો પુત્ર છે.

એક રીપોર્ટ મુજબ શબાન જે રોગથી પીડિત હતો તે ભારતમાં દુર્લભ રોગોની શ્રેણીમાં આવે છે. હિમોફીલિયાથી પીડિત દર્દીઓ તેમના શરીરમાં લોહી જમા કરી શકતા નથી, તેથી વધુ પડતા રક્તસ્રાવની ફરિયાદ રહે છે. સારવાર આ રોગમાં મદદ કરે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. ગંભીર કિસ્સાઓમાં, દર્દીને નિયમિતપણે લોહી આપવું જરૂરી છે અને તેનો ખર્ચો પણ ખુબ જ વધારે થાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *