વધુ એક હત્યાથી ધ્રુજી સંસ્કારી નગરી વડોદરા- કુદરતી હાજતે જવા નીકળેલી યુવતીની લાશ મળતા અરેરાટી

ગુજરાત(Gujarat) રાજ્યમાં વધતા જતા હત્યા (Murder)ના કેસોમાં હાલમાં જ વડોદરા (Vadodara)માંથી હાલમાં જ એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં થોડા સમય પહેલા જ તૃષા સોલંકીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેની હજુ તપાસ ચાલી રહી છે. ત્યાં બીજી એક હત્યાના સમાચાર મળી આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ડભોઇ(Dabhoi) તાલુકાના મંડાળા ગામ (Mandala village)ની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું છે કે, હત્યારાઓએ દુપટ્ટાથી ગળે ટૂંપો આપી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

પરિવારે શોધખોળ કરી તો લાશ મળી:
વાસ્તવમાં, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મંડાળા ગામમાં રહેતી 19 વર્ષીય દીકરી કિંજલ (નામ બદલ્યું છે) તા. 24 માર્ચના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવા માટે નિકળી હતી. પરંતુ, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

ખેતરના શેઢા ઉપરથી યુવતીની લાશ મળી:
યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી, શોધખોળ દરમિયાન 25 માર્ચના રોજ સાંજના સમયે મંડાળા ગામના રહેવાસી દિપકભાઇ કાંતિભાઇ પટેલના દિવેલાના ખેતરના શેઢા ઉપરથી લાશ મળી આવી હતી. આ અંગે પરિવારે ડભોઇ પોલીસને જાણ કરી. ત્યારબાદ ડભોઇ પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ચૌધરી સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે ડભોઇ ડિવિઝનના ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને લાશ પર કબજો મેળવી તપાસ શરુ કરવામાં આવી હતી.

હત્યાનો ભેદ ઉકેલવા ઝીણવટભરી તપાસ શરૂ:
પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિંજલની હત્યા કોઇ અજાણ્યા શખ્સોએ દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી અને લાશ ખેતરના શેઢે ફેંકી દીધી હોવાનું સામે  આવ્યું હતું. આ ઘટનાને કારણે મંડાળા ગામ સહિત પંથકમાં હંગામો મચી ગયો હતો. આની પહેલા પણ વડોદરામાં તૃષા સોલંકીની પ્રેમ પ્રમકરણમા થયેલી હત્યા અને ત્યારબાદ આ આદિવાસી યુવતીની હત્યાને પગલે પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈ હત્યાનો ભેદ ઉકેલવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરાયું:
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, કિંજલની હત્યા ચોક્કસ ક્યા સમયે કરવામાં આવી છે, હત્યા પહેલાં તેના ઉપર હત્યારાઓએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં, આ સિવાય અન્ય હકીકત જાણવા કિંજલના મૃતદેહનું પેનલ ડભોઇના સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

એફએસએલ અને ડોગસ્વોડની મદદ લઈ તપાસ શરૂ:
ડભોઇ પોલીસ સ્ટેશનમાં અંજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે સાથે પોલીસે શકમંદોની અને કિંજલની સાથે નિકટના સંબધો ધરાવતા વ્યક્તિઓની પૂછપરછ શરુ કરી દીધી છે. આ સિવાય હત્યારાઓની ધરપકડ કરવા એફએસએલ અને ડોગસ્વોડની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *