મધ્યપ્રદેશથી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના 6 લોકોની તલવાર વડે કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓની સામે પરિવારનો જે પણ સભ્ય આવે તેને તલવારથી કાપી નાખ્યો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બે આરોપીઓમાંથી એકને લાકડીઓ અને ડંડા વડે માર માર્યો હતો, જેનું પછીનું મોત નીપજ્યું હતું.
માંડલા જિલ્લાના બીજાદંડી પોલીસ સ્ટેશન વિસ્તારના મણેરી ચોકીમાં 6 લોકોની સનસનાટીભર્યા હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સોની પરિવારના જ બે પરિવારો વચ્ચે સંપત્તિના વિવાદને કારણે કરવામાં આવી છે.
એક પરિવારના બે લોકોએ બીજા પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને તેમની હત્યા કરી હતી. મૃતક રાજેન્દ્ર સોની ભાજપના વરિષ્ઠ નેતા હોવાનું મનાય છે. આ હત્યાકાંડમાં, તેના જ પરિવારના 6 સભ્યો માર્યા ગયા હતા.
માર્યા ગયેલા લોકોમાં બે બાળકો પણ શામેલ છે. ગામના લોકોએ બે આરોપીઓમાંથી એકને માર માર્યો હતો. ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાના સંદર્ભમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વજોની સંપત્તિને લઈને સોની પરિવારના બે ભાઈઓના પરિવાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદને કારણે એક ભાઈના પરિવારના બે લોકોએ પરિવારના અન્ય સભ્યો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
મૃતક રાજેન્દ્ર સોની, જે ભાજપના વરિષ્ઠ નેતા હોવાનું મનાય છે, તેઓ ગલ્લો ચલાવતા હતા. દુકાનમાં જ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ તેના પરિવારના 5 સભ્યોની પણ હત્યા કરાઈ હતી. તેમાં સાતથી દસ વર્ષની વયના બાળકોનો પણ સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news