શેરબજાર તોફાની તેજી સાથે ખુલ્યું: સેન્સેક્સમાં 1098 તો નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો

Share Market Latest Update: આજે નાગ પંચમીના દિવસે શેરમાર્કેટમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. સારા વૈશ્વિક સંકેતો પછી NSE અને BSE તેજ રફ્તારમાં છે. સેન્સેક્સ 1098 પોઈન્ટના (Share Market Latest Update) બમ્પર જમ્પ સાથે 79984 ના સ્તર પર જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીએ 269 પોઈન્ટના ઉછાળા સાથે 24386 ના સ્તર પર દિવસના કારોબારની શરૂઆત કરી હતી.

સારા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજાર આજે ફરી વાઈબ્રન્ટ થવાની ધારણા છે. મળતી માહિતી અનુસાર, GIFT નિફ્ટી 24,385ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધથી લગભગ 265 પોઈન્ટનું પ્રીમિયમ હતું. આ ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ-નિફ્ટી માટે ગેપ-અપની શરૂઆત દરસવાએ છે. બીજી બાજુ એશિયન બજારોમાં તેજીનો કારોબાર જોવા મળ્યો હતો જ્યારે અમેરિકન શેરબજારમાં હાલ તેજી જોવા મળી હતી.

RBIની નાણાકીય નીતિની જાહેરાત થયા પછી ગુરુવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 581.79 પોઈન્ટ અથવા 0.73% ઘટીને 78,886.22 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 180.50 પોઈન્ટ અથવા 0.74% ઘટીને 24,117.00 પર બંધ થયો.

આ 10 શેરોમાં મોટો ઉછાળો
શિપયાર્ડના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. Aftel ઇન્ડિયાના શેરમાં 6 ટકાનો વધારો થયો છે. આ પછી, CAMS 3.86 ટકા વધ્યો છે. મિડકેપ શેરોમાં, OFSS શેર 4 ટકા, એચપીસીએલના શેર 3 ટકા, MPesa શેર 3 ટકા, આઇશર મોટર્સના શેર 4 ટકા, ONGC શેર 3.36 ટકા અને ABB ઇન્ડિયાના શેરમાં ટ્રેડ થઈ રહ્યા છે. 3.71 ટકા વધ્યો છે.

વોલ સ્ટ્રીટ માર્કેટની સ્થિતિ
વોલ સ્ટ્રીટ માર્કેટ પર નજર કરીએ તો નાસ્ડેક અને એસએન્ડપી 500 દરેક 2% કરતા વધુની તેજી સાથે ગુરુવારે યુએસ શેરબજાર ઊંચુ બંધ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 683.04 પોઈન્ટ અથવા 1.76% વધીને 39,446.49 પર, જ્યારે S&P 500 119.81 પોઈન્ટ અથવા 2.30% વધીને 5,319.31 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 464.22 પોઈન્ટ અથવા 2.87% વધીને 16,660.02 પર બંધ જોવા મળ્યો હતો.