હાઈવે પર બસને નડ્યો ગંભીર અકસ્માત; 7 લોકો બન્યા કાળનો કોળ્યો, જાણો સમગ્ર ઘટના

Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના ઈટાવામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડબલ ડેકર સ્લીપર બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા.સાથે જ લગભગ 50 લોકો(Uttar Pradesh Accident) ઘાયલ થયા છે, જેમાંથી લગભગ 20 લોકો હોસ્પિટલમાં દાખલ છે. કારમાં મુસાફરી કરી રહેલા લોકોમાં 3 મૃતકોનો સમાવેશ થાય છે.

સાત લોકોના મોતની ચિચિયારીઓ ગુંજી
બસમાં મુસાફરી કરી રહેલા 4 મુસાફરોના મોત થયા છે. તમામ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટક્કર થતાં જ બસ હાઈવે પરથી નીકળીને 20 ફૂટ નીચે પડી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.

જોકુ આવી જતા આ અકસ્માત થયો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત ઇટાવા શહેરના ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ચેનલ નંબર 129 પાસે થયો હતો. નાગાલેન્ડ નંબરની બસમાં લગભગ 50 લોકો રાયબરેલીથી દિલ્હી જઈ રહ્યા હતા. કારમાં સવાર લોકો આગ્રાથી લખનૌ જઈ રહ્યા હતા.

અફરાતફરી મચી જવા પામી
પોલીસને આપેલા નિવેદનમાં ઈજાગ્રસ્તોએ જણાવ્યું કે કારના ડ્રાઈવરને ઊંઘી જવાને કારણે આ અકસ્માત થયો હતો. અચાનક કારે તેનું સંતુલન ગુમાવ્યું અને રોડની વચ્ચે લોખંડનું ડિવાઈડર તોડી અન્ય રોડ પર આવીને બસ સાથે અથડાઈ. ટક્કર બાદ બસ એક્સપ્રેસ વે પરથી ઉતરી નીચે રોડ પર પડી હતી. રોડ પર પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાર પલટી ખાઈને દૂર પડી ગઈ હતી.

પોલીસ અને લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહદારીઓએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ 5 પોલીસ સ્ટેશન બસરેહર, ચૌબિયા, ભરથાના, ઉસરાહર, સૈફઈની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોએ પહેલાથી જ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઈટાવાના એસએસપી-એસપી પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. પોલીસ સાથે ગ્રામજનો અને રાહદારીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. લોકો પોતાના વાહનોમાં કેટલાક ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ ગયા. મૃત્યુ પામનાર કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોમાં એક મહિલા પણ હતી. ઘાયલોને સૈફઈના મિની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.