ફિલ્મી ઢબે થયું અકસ્માત: હવામાં દડાની જેમ ઉડ્યા લોકો, જુઓ દર્દનાક વિડીયો

Accident Viral Video: સોશિયલ મીડિયામાં અવારનવાર જાત જાતના વિડીયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વિડીયો જોઈને લોકો રમુજ કરે છે, તો કેટલાક વિડીયો ખરેખર (Accident Viral Video) દુઃખદાયક હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશનો એક ભયાનક એક્સીડેન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ભીષણ રોડ દુર્ઘટના સામે આવી છે. જેમાં એક પુરપાટ ઝડપે આવતી બાઈક ડિવાઇડર સાથે અથડાવાને લીધે બાઈક સવાર ત્પરણ લોકો પડી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈક પર ત્રણ લોકો બેસેલા હતા અને તેમની બાઈક ખૂબ સ્પીડમાં હતી અને એવામાં તે સિદ્ધિ જઈને ડિવાઇડર સાથે અથડાઈ જાય છે અને ત્યારબાદ દડાની જેમ તે ત્રણેય લોકો આગળની તરફ ઉછળીને નીચે પડે છે. આ દુર્ઘટના નેશનલ હાઈવે 28ના એચપી પેટ્રોલ પંપની સામે થઈ હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જાણકારી મળી રહી છે કે દુર્ઘટના બાદ આ ત્રણેય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે.