નાગદેવતાના દર્શને જઈ રહેલા યાત્રાળુઓ સાથે સર્જાયો ગંભીર અકસ્માત, 4 યાત્રાળુઓના મોત અને 15 લોકો ઘાયલ

મધ્યપ્રદેશ: ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર ઝારખંડમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં મંગળવારે મોટો અકસ્માત સર્જાયો હતો. ભક્તોથી ભરેલી પિકઅપ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી.

આ દુર્ઘટનામાં ચાર યાત્રાળુઓના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકો ધારના તવલાઇ ગામમાંથી વ્રત પૂરા કર્યા બાદ બડવાની નાગલવાડી સ્થિત શિખર ધામમાં નાગદેવતાના દર્શન કરવા જઇ રહ્યા હતા.

ટેકરી પર ચડતી વખતે, એક અંધ વળાંક પર પિકઅપ સામે બાઇક આવી ગઈ હતી. જેના કારણે પીકઅપ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પિકઅપ ટેકરીથી 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. અકસ્માતમાં દિલીપનો પુત્ર મંગલિયા, નંદાણીની પુત્રી મન્ના, જતીનનો પુત્ર રવિ, કિરણની પત્ની મુકેશ જામન્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 15 ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *