Baharampur POCSO Case: મુર્શિદાબાદના બહરમપુરમાં બે શિક્ષકો પર આ પ્રકારના આરોપોને લઈને હંગામો મચી ગયો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના કપડા કાઢવા (Baharampur POCSO Case) માટે મજબુર કરવામાં આવ્યા અને તેમના ગુપ્તાંગ અંગો શિક્ષકો દ્વારા જોવામાં આવ્યા હતા! ત્યારે આ ઘટના બાદ ભારે હંગામો મચી ગયો હતો. જે બાદ આ શિક્ષકો સામે બહેરામપુર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે પોક્સો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ, બંને આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ કાવતરાનો ભોગ બન્યા છે.
બહેરામપુર નગરપાલિકા સંચાલિત બે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની પણ આવી જ ફરિયાદ છે. તેઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા બાદ રડી રહ્યા હતા. કેટલાક માતાપિતા બાળકના અસામાન્ય વર્તનથી ચિંતિત હતા. બાદમાં બંને શિક્ષકોની વિકૃત હરકતો માતાપિતાની સામે આવતા તેઓ હચમચી ગયા હતા.
બીજી તરફ બે શિક્ષકો દાવો કરી રહ્યા છે કે તેમની સામેના આક્ષેપો ખોટા છે. એક શાળાના મુખ્ય શિક્ષકે કહ્યું કે, “કોઈ વાલીઓએ મારી ફરિયાદ કરી નથી.” મને આ વિશે કંઈ ખબર નથી. જો કેસ નોંધવામાં આવશે તો હું આ અંગે બોલવા તૈયાર છું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બહેરામપુર મહાનગરપાલિકાએ ફરજમાં બેદરકારીના કારણે ગત લોકસભા ચૂંટણી પછી ઘણા મહિનાઓથી બે શિક્ષકોના પગાર અટકાવી દીધા હતા. બહેરામપુરના પૂર્વ સાંસદ અધીર ચૌધરીએ પણ આ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. તે પછી પણ પગાર ન મળવાના કારણે બંને શિક્ષકોએ કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે બે શિક્ષકોના પગારની પતાવટ કરવાનો આદેશ કર્યો હતો.
પરંતુ તે પછી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ડિવિઝન બેન્ચનો સંપર્ક કર્યો હતો. ત્યાં પણ બે શિક્ષકોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ પાલિકાએ તેમનો પગાર ચૂકવ્યો હતો. બે શિક્ષકો તેમની સામે પોક્સો કેસ દાખલ કરવા પાછળ રાજકીય કાવતરું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બંનેએ કહ્યું કે તેઓ કાયદાકીય લડાઈ લડશે. બહેરામપુર નગરપાલિકાના અધ્યક્ષ નાદુગોપાલ મુખોપાધ્યાયે આ અંગે ટિપ્પણી કરી હતી, “શિક્ષકો માત્ર શિક્ષકો નથી હોતા, તેઓ માતા-પિતા સમાન હોય છે. જ્યારે તેમના પર આવા આરોપો લગાવવામાં આવે છે ત્યારે દરેકનું માથું શરમથી ઝુકી જાય છે. પોલીસ ચોક્કસ તપાસ કરીને કાર્યવાહી કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App