જયારે કોઈ મૃતક યુવાન ફરી પાછો જીવતો થાય એવી ઘટનાઓ તમે ભાગ્યે જ સાંભળી હશે. પરંતુ, અરવલ્લીમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મૃતક યુવાન અંતિમવિધિનાં અંદાજે 5 મહિના પછી ઘરે પાછો આવ્યો હતો.
અહીંયા વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસે આ યુવાનનાં મોત બદલ તેનાં જ 2 સગાં ભાઈઓને જેલ ભેગાં પણ કરી દીધા છે. અરવલ્લીમાં આવેલ ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામનાં ખેતરમાંથી મળેલ મૃતદેહમાં હત્યાની ફરિયાદ પણ નોંધાઇ હતી.
તેમાં કુલ 2 સગા ભાઈની જ આરોપીઓ તરીકેની ધરપકડ કરીને જેલ ભેગા પણ કર્યા હતા. જો કે, લગભગ 5 મહિના બાદ મૃતક યુવાન વતન પાછો આવતા જ હોબાળો મચી જવા પામ્યો છે. ખરેખર, જો મૃતક જીવે છે તો પોલીસે દફનાવેલ મૃતદેહ કોનો એ બાબતમાં રહસ્ય છુપાયેલ જોવા મળ્યું હતું. આની સાથે જ આરોપીઓએ હત્યા કર્યાનું પણ કઇ રીતે કબુલ્યું એ બાબતે પણ ઘણાં પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અરવલ્લીનાં ઇસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદ પર આવેલ મોટી મોરી ગામમાં 6 ફેબ્રુઆરીનાં રોજ ખેતરની પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપટાયેલ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગેની શરૂઆતમાં પોલીસે અજાણ્યા યુવક સમજીને અકસ્માતે મોતનો ગુનો પણ નોંધ્યો હતો, તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલ્યો હતો.
પણ, તે વખતે આ મૃતક યુવકના હાથમાં લખાયેલ લખાણ તથા જમણા પગમાં સળીયો નાખેલ હોવાની પણ ઓળખ કરી આ મૃતદેહ એ રાજસ્થાનના રાસતાપાલ ગામના ઈશ્વર મનાતનો હોવાનું જણાઈ આવ્યું હતું. આ સમગ્ર મામલે ઇસરી પોલીસે મૃતકના સગા ભાઈઓને હત્યાના આરોપી બનાવીને મૃતદેહને જમીનમાં દફનાવી અંતિમવિધિ કરી હતી.
બંને સગા ભાઈઓને જેલમાં ધકેલી દઈને આ સમગ્ર બાબતે પડદો પાડી દીધો હતો.પણ, આ ઘટનાને લગભગ 5 મહિના પછી મૃતક ઈશ્વર મનાત પોતાના વતન ખરપેટા પાછો આવતા જ ઘરના સભ્યો પણ થોડીવાર માટે વિચારમાં પડી ગયા હતાં તથા સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો.
ત્યારે ખરેખર, જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો. પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને દબાણ કરીને હત્યા કર્યું હોવાનું પણ કબૂલ્યું હતું, કે કેમ હાલમાં તો મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પાછો આવતા જ પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
લગભગ 5 મહિના ગુમ રહેવા બાબતે ઈશ્વરે જણાવ્યું હતું કે, હું મજૂરીકામ માટે જૂનાગઢ ગયો હતો તથા લોકડાઉનને લીધે ત્યાં ફસાઈ ગયો હતો. તો, મારી જગ્યાએ મારા જ નામે પોલીસે કોઈ બીજાનો મૃતદેહ દફનાવીને મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે, તથા ખોટી રીતે હત્યા કરી હોવાની પણ કબૂલાત કરાવી છે.
તો આ બાબતે ઈશ્વરના ભાઈઓએ જણાવ્યું હતું કે, પોલીસે ગાડીમાં લઈ જઈને માર મારીને હત્યા કરી હોવાનું કબૂલવા મજબૂર પણ કર્યા હતા. હવે આ બાબતે ઈસરી પોલીસ શંકાની નજરમાં આવી ગઈ છે. હવે જોવાનું તો એ રહેશે, કે પોલીસની આ કામગીરી પર ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યવાહી કરશે કે કેમ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP