મોદી દ્વારા દત્તક લેવામાં આવેલ ગામ પર ન્યુઝ બનાવનાર પત્રકાર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

ઉત્તર પ્રદેશ પોલીસના એક અહેવાલના સંબંધમાં ફરી એક પત્રકાર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એસસી / એસટી (એટ્રોસિટી નિવારણ) અધિનિયમ 1989 અને આઈપીસીની…

ઉત્તર પ્રદેશ પોલીસના એક અહેવાલના સંબંધમાં ફરી એક પત્રકાર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એસસી / એસટી (એટ્રોસિટી નિવારણ) અધિનિયમ 1989 અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ એક્ઝિક્યુટિવ એડિટર અને ન્યુઝ પોર્ટલ ‘સ્ક્રોલ.ઇન.’ ના ચીફ એડિટર સામે કેસ નોંધ્યો છે.

ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોમરી ગામની રહેવાસી, ન્યૂઝ પોર્ટલના એક્ઝિક્યુટિવ એડિટર સુપ્રિયા શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોતાની ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યા છે કે સુપ્રિયા શર્માએ પોતાના રિપોર્ટમાં ખોટી રીતે રજૂઆત કરી છે કે કોરોનાવાયરસ ને કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે આપાતકાલીન ભોજનની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ છે.

માલાની ફરિયાદ પર 13 જુનના રોજ નોંધવામાં આવેલી એફઆઇઆરમાં સુપ્રિયા શર્મા અને સમાચારના એડિટર ઇન ચીફ વિરૂદ્ધ આઈપીસીની ધારા 269 અને 501 અને એસ.સી એસ.ટી અધિનિયમની બે ધારા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

સુપ્રિયા શર્માએ હાલમાં જ વારાણસીની ખરાબ પરિસ્થિતિને લઈને રિપોર્ટ લખ્યો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર છે. પોતાના રિપોર્ટમાં સુપ્રિયાએ ડોમરી ગામના લોકોની પરિસ્થિતિની જાણકારી આપી છે અને ગામવાળા ઓના હવાલાથી જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન કેવા પ્રકારની સ્થિતિ વધારે બગડી રહી છે.

ડોમરીએ ગામો માંથી એક છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધું છે. સુખડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે સાર્વજનિક વિતરણ પ્રણાલી ફેલ થઈ જવાથી ગામના ગરીબ લોકોને જરૂરી રેશન વગર ગુજારો કરવો પડી રહ્યો છે. તેણે પોતાની રિપોર્ટમાં એ પણ જણાવી છે કે કેવી રીતે રાજયપ્રશાસન તરફથી રાહત સામગ્રી પણ મુશ્કેલીથી ગામ સુધી પહોંચી રહી છે.

એફઆઇઆરમાં તેમણે કહ્યું છે કે જ્યારે સુપ્રિયા ગામમાં તેમના ઘરે આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભોજન અને પાણી માટે તેમના પરિવારને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી નથી રહ્યો. માલા ને એ એફઆઇઆરમાં આરોપ લગાવ્યો છે કે જો કે આ જાણવામાં આવ્યું છે કે મારા વિશે ખોટું લખ્યું છે અને કચરા પોતા અને વાસણ ધોઈ ને હું કામ કરું છું અને ચા રોટલી ખાઈને ગુજારો કર્યો.

પોતાની ફરિયાદમાં તેણે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન હું અને મારા બાળકો ભૂખ્યા રહ્યા એવું લખી સુપ્રિયા શર્મા દ્વારા મારી ગરીબી અને મારી જાતિ નો મજાક ઉડાડ્યો છે. જેનાથી મને માનસિક ઠેસ પહોંચી છે અને સમાજમાં મારી પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ પરથી એવું સાબિત થાય છે કે સાચું બતાવનાર કોઈ પણ હોય તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. અને તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *