SETJA: Secure Embroidery Thread & Jari Association (SETJA) દ્વારા તારીખ 05/06/2025 ના રોજ આયોજિત વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન (SETJA) નવી કાર્યકારી કમિટીની નિમણૂંક ઘોષિત કરવામાં આવી હતી. THREAD અને JARI ઉદ્યોગના સંગઠન અને વિકાસ માટે પ્રતિબદ્ધ SETJA દ્વારા નવી પ્રતિભાશાળી ટીમને પસંદ કરવામાં આવી છે જે ઉદ્યોગને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી દિશા અને ઊંચાઈ આપી શકશે – એવો સંકલ્પ લેવાયો છે..
SETJA 2025–2028 માટેની નવી કમિટીમાં નિમણૂક થયેલા અગત્યના હોદેદારો:
પ્રમુખ (President): તુષારભાઈ કુવાડિયા
ઉપપ્રમુખ (Vice President): નિકુંજભાઈ ભુવા & મહેશભાઈ બોરડા
મંત્રી (General Secretary): અર્જુનભાઈ ખોખરીયા
સહ મંત્રી (Joint Secretary): ભાવેશભાઈ કાંવાઠિયા
સંગઠન મંત્રી: બીપીનભાઈ બલર
સહ સંગઠન મંત્રી: સતિષભાઈ લાઠિયા
ખજાનચી adv – સંદીપભાઈ પટેલ
ખજાનચી: મનશુખભાઇ ચોથાણી
સહ ખજાનચી – શિવભાઈ બાહેતી
મિડિયા સંયોજક: ચિરાગભાઈ કાથરોટિયા
આ સાથે જ રાકેશભાઈ કાનાણી તથા કાયદાસહાયક: હિતેશભાઈ કાંટારીયા અને અનેક સલાહકાર તથા સહયોગી સભ્યોનો સમાવેશ થયો છે.
આ નવી નિયુક્તિ પહેલાના પ્રમુખ દિપકભાઈ કુકડીયા ના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવી હતી. તેમણે સમસ્ત સભ્યો અને ઉદ્યોગસાંભળીઓ તરફથી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે પોતાનું માર્ગદર્શન ચાલુ રહેશે તેવી ખાત્રી આપી.
SETJA દ્વારા જનાવાયું કે આ નવી ટીમ THREAD અને JARI ઉદ્યોગને વધુ સંગઠિત, સક્ષમ અને વ્યાપક રીતે રાજકીય અને નીતિગત સ્તરે પ્રતિનિધિત્વ આપશે. આ કમિટિ ઉદ્યોગની જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો, નેતૃત્વ અને સહયોગના મંચો ઉભા કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App