ગુજરાત આરોગ્ય વિભાગની ભરતીમાં સેટિંગ? આન્સર કી જોઇને તમે જ જવાબ આપો!

Gujarat Health Department Result: ગુજરાતમાં વારંવાર કૌભાંડના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે આ વખતે સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા (Gujarat Health Department Result) સામે આવતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં GTUના રજિસ્ટ્રારે મોટો ઘટસ્ફોટ કર્યો હતો.

ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી
સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે,

ત્યારે સમગ્ર ઘટનાને લઇ GTUના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરનો મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનો GTUના રજીસ્ટ્રારે ખુલાસો કર્યો હતો.

પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા
તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે પેપર સેટ કરનારે સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હતા. યુનિવર્સિટીને ટ્રેક રેકોર્ડ પ્રમાણે પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરેક કીને વધારે મહત્ત્વ ન અપાય અને તે માટે ABCD પ્રમાણે જવાબ સેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ABCD સિકવન્સ સેટ કર્યા બાદ પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હતા. જોકે જવાબ ખાનગી રાખવાના હોવાથી જેની વિગત યુનિવર્સીટી પાસે હોતી નથી.

કેટલા ઉમેદવારોએ ABCD સિકવન્સ પ્રમાણે જવાબ લખ્યા
તેઓના જણાવ્યા મુજબ કૌભાંડના મુદ્દો લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પેપર સેર કરનારની ભૂલના કારણે ABCD સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હતા. ત્યારે કેટલા ઉમેદવારોએ ABCD સિકવન્સ પ્રમાણે જવાબ લખ્યા છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવનાર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ બાદ પેપર સેટ કરનારે કોઈને લાભ થાય તે માટે આ કામ કર્યું હશે તો કાર્યવાહી કરવામાં આવશે.