એક બાજુ જયારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ભારે તારાજી ફેલાઈ હતી. સૌરાષ્ટ્રનાં વિવિધ જીલ્લા-ગામડાઓમાં ઉભા પાકને નુકશાન સાથે વીજ પુરવઠો ખોરવાતા જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે પણ મુશ્કેલી પડે છે.
આ દરમિયાન કોરોનાકાળ બાદ વતનમાં થયેલી તારાજીને લઈને સુરતની સેવા સંસ્થા ફરીથી વતનની વહારે આવી છે. જાણવા મળ્યું છે કે, સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે. સાથે જ અસરગ્રસ્ત ગામડાઓમાં સુરતની મોટી સંખ્યામાં જીવન-જરૂરી ચીજવસ્તુઓની કિટો પહોંચાડવાનું શરૂ થયું છે.
વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વીજ પુરવઠો ખોરવાતા અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં તમામ પ્રકારનાં સંપર્ક પણ ખોરવાયા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓ મદદ માટે પણ કોઈને કહી શકતાં નથી.
સાથે જ પીવાના પાણીની પણ વ્યવસ્થા થઈ શકતી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી રહી છે. સૌરાષ્ટ્રમાં જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના તમામ પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સમાજ સેવા સંસ્થા પોતાનું દાયિત્વ નિભાવવા પણ આગળ આવી રહી છે.
સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી રહી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો સદંતર રીતે બંધ થઈ ગયો હતો. જે ફરી શરૂ થતા ઘણો સમય લાગી શકે તેમ હતું. સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને રાજુલા, ઉના, ગીર ગઢડા જેવા ગામોમાં પરિસ્થતિ ખૂબ ખરાબ થઈ છે.
આ ઉપરાંત વીજ પુરવઠો બંધ થવાના કારણે પીવાના પાણીની પણ હાલાકી થઈ રહી છે. એટલું જ નહીં લોટ દળવાની ઘંટીઓ પણ બંધ હોવાના કારણે લોકોને અનાજ હોવા છતાં લોટ દળીને તેનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નથી. તેના કારણે ખાવા-પીવા માટે પણ લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે.
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ વાવાઝોડાએ તારાજી સર્જી છે. અહીં લોકોને અંધારામાં પોતાનું જીવન જીવવાની નોબત આવી ગઈ છે. સંપૂર્ણપણે વીજકાપ હોવાને કારણે લોકોના મોબાઈલ પણ ચાર્જ થઈ શકતા નથી. જેથી સંપૂર્ણ રીતે કોમ્યુનિકેશન ઉપર તેની અસર વર્તાઈ રહી છે. વીજ સપ્લાય ન હોવાને કારણે તેની તમામ જરૂરિયાતો ઉપર સીધી અસર વર્તાઈ રહી છે.
ટૂંક સમયમાં વધુ 50 જેટલાં જનરેટર વડોદરા, નવસારી, વલસાડ તેમજ અન્ય શહેરોમાંથી લઈને અહીં તેનો ઉપયોગ કરીશું. અમરેલી, જાફરાબાદ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા આ તમામ શહેરોની અંદર હવે ધીરે ધીરે જનરેટર મારફતે થઈ શકે તેટલો પ્રયાસ કરવાનો શરૂ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સેવા સંસ્થા સાથે જોડાયેલા ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, સુરત સહિત સમગ્ર ગુજરાતની એજન્સીઓ સાથે અમે સંકલન કરી રહ્યા છીએ. વીજ પુરવઠો ખોરવાતા જનરેટરની સૌથી મોટી જરૂરિયાત ઊભી થઈ છે. વિવિધ એજન્સીઓ સાથે મળી શરૂઆતમાં 100 જેટલા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.