સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓને સહારો સેવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 51 હજાર બાળકોને નિઃશૂલ્ક પુસ્તકોનો વિતરણ નો પ્રારંભ કરાયો
ગરીબમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી થતાં પુસ્તક વિતરણના કાર્યક્રમમાં આ વખતે સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (sevak education and charitable trust) દ્વારા 51 હજાર જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને નોટબૂક સહિતની સ્ટેશનરી આપવાનું શરૂ થયું છે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ટ્રસ્ટના ફાઉન્ડર વિજય ઘેલાણીએ (Founder Vijay Ghelani) કહ્યું કે, 10 વર્ષ અગાઉ 40 વિદ્યાર્થીઓથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે ટ્ર્સ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. 1000થી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે. હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે નહોતો કરી શક્યો. પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે તે માટે આ કામ કરીએ છીએ. આજે 51 હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ. સુરત સહિત વડોદરા અને અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં આ સેવાકીય પ્રવૃતિ પ્રસરાવવાની નેમ છે.
રિંકલ ઘેલાણીએ કહ્યું કે, અમે માત્ર નોટબૂક નહીં પરંતુ ઘોરણ 1થી લઈને 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો પણ આપીએ છીએ. સ્ટેશનરીમાં એ ટૂ ઝેડ વસ્તુઓ અપાય છે. નોટબૂક, સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો શાળામાં ફરજિયાત જોઈતા હોય છે. ત્યારે આ વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવા અમે એક સરસ સિસ્ટમ બનાવી છે. જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. દાતાઓ દ્વારા એક કીટથી લઈને તેમની ઈચ્છા સુધીની કીટના દાન આવે છે. જે પ્રમાણે અમે વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ. આ સિવાય વડીલોને ભોજન, વિધવાઓને પગભર થવાની સહાય સહિતના ઉમદા કાર્યો sevak education and charitable trust ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App