મોંઘવારીનો માર: સતત સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવસપાટીમાં થયો ભયજનક વધારો, જાણો આજના નવા ભાવ

આંતરરાષ્ટ્રીય માર્કેટ (International market) માં ક્રૂડ ઓઇલ (Crude oil) ના ભાવને ધ્યાનમાં રાખી ફરી એકવાર આજે પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) ના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. આજે ફરી એકવાર એક લિટર પેટ્રોલના ભાવમાં 30 પૈસા તેમજ એક લિટર ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો છે. આની સાથે જ કેરળ તેમજ કર્ણાટકમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચુક્યો છે.

સળંગ 7 મા દિવસે ભાવમાં સતત વધારો જોવા આવતા પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં નવી ઉંચાઇએ પહોંચી ગયા છે ત્યારે આજના ભાવવધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવમાં વધારો થઈને 104.44 રૂપિયા તેમજ એક લિટર ડીઝલનો ભાવ વધારો થઈને 93.17 રૂપિયા થઇ ચુક્યો છે.

જયારે બીજી બાજુ મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવમાં વધારો થઈને 110.41 રૂપિયા તેમજ એક લિટર ડીઝલનો ભાવ વધારો થઈને 101.03 રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે. સમગ્ર દેશના મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે. જ્યારે હવે ડીઝલનો ભાવ કેટલાક રાજ્યોમાં 100 રૂપિયાને પાર પહોંચ્યો છે.

આજે કેરળ તથા કર્ણાટકમાં પણ ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હતો. તિરુવનંતપુરમમાં ડીઝલનો ભાવ વધારો થઈને કુલ 100.15 રૂપિયા થઇ ચુક્યો છે. કર્ણાટકના શિમોગા તથા દાવાનાગેરે જેવા નાના શહેરોમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. જો કે, બેંગાલુરુમાં એક લિટર ડીઝલનો ભાવ 98.86 રૂપિયા થયો છે.

સળંગ સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો જોવા મળ્યો છે. જૈનાં પૈકી છેલ્લા 6 દિવસ પેટ્રોલમાં 30 પૈસા તેમજ ડીઝલમાં 35 પૈસાનો વધારો જોવા મળ્યો છે કે, જે પહેલા પેટ્રોલમાં 25 અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આમ, છેલ્લા 7 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.05 રૂપિયા તેમજ ડીઝલમાં ભાવમાં 2.40 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 24 સપ્ટેમ્બરથી ડીઝલના ભાવ તેમજ 28 સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવ વધારો કરવાનું શરૂ કરી દેવાયું છે ત્યારથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 3.25 રૃપિયા તેમજ ડીઝલના ભાવમાં 4.55 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

આની પહેલા પણ 4 મેથી 17 જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં 11.44 રૂપિયા તેમજ ડીઝલના ભાવમાં 9.14 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આમ, મોંઘવારીનો માર સૌ કોઈને પડી રહ્યો છે તેમજ હવે તો લોકો વાહન ચલાવતા પહેલા 100 વાર વિચાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *