જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ગામ નજીક SRP કોન્સ્ટેબલની મળી આવી લાશ- સમગ્ર પંથકમાં મચી ચકચાર

જામનગર(ગુજરાત): રાજ્યમાં અવારનવાર હત્યા અને આત્મહત્યાના બનાવો બનતા હોય છે. તેવામાં જામનગર-લાલપુર હાઈવે(Jamnagar-Lalpur Highway) પરથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ચેલા ગામ(Chela village) નજીક…

જામનગર(ગુજરાત): રાજ્યમાં અવારનવાર હત્યા અને આત્મહત્યાના બનાવો બનતા હોય છે. તેવામાં જામનગર-લાલપુર હાઈવે(Jamnagar-Lalpur Highway) પરથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ચેલા ગામ(Chela village) નજીક એસ.આર.પી. ભવન(S.R.P. Building) પાસે પાણીના ખાડામાંથી એક યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ લાશ એસ.આર.પીમાં ફરજ બજાવતા 31 વર્ષીય કોન્સ્ટેબલ નિલેશ દયાતર(Constable Nilesh Dayatar)ની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ટીમ(Police team) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી મૃતદેહને બહાર કાઢીને વધુ તપાસ શરુ જરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોન્સ્ટેબલ(Constable) અકસ્માતે પાણીના ખાડામાં પડી ગયો હતો.

જાણવા મળ્યું છે કે, એસ આર પી પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી આવતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકના પી.એસ.આઇ સીએમ કાંટોલીયા તેમજ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ અકસ્માતે પાણીના ખાડામાં પડી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.

આ ઉપરાંત આવો જ એક બનાવ જામનગરમાંથી સામે આવ્યો હતો. આ બનાવમાં નરાધમ પિતાએ પોતાના 8 માસના પુત્ર એન પોતાની પત્નીને પેટ્રોલ નાખીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે ભાવનાબેન પોતાના ઝૂંપડામાં હતી, અને 8 માસનો પુત્ર રણજિત રડતો હોવાથી પતિ ઝૂંપડામાં આવ્યો હતો, અને ‘તને સંતાન સાચવતા નથી આવડતું’ તેમ કહીને ઝઘડવા લાગ્યો હતો.

ત્યારબાદ ભાવનાબેન અને પુત્ર પર પેટ્રોલ છાંટી અને ઝૂંપડામાં પણ પેટ્રોલ છાંટીને તેઓને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન આગ લગાવીને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં ભાવનાબેન અને પુત્ર રણજિત શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *