કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે પોલીસે જે કૃત્ય કર્યું તે જોઈ તમારું માથું પણ શરમથી ઝુકી જશે- જુઓ વિડીયો

બલરામપુર જિલ્લાના ઉતરૌલામાં લાશને કચરાની ગાડીમાં લઇ જવાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં વાયરલ થયેલા વીડિયોની નોંધ લીધા બાદ SPએ એક સબઇન્સ્પેક્ટર અને બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. પાલિકા પ્રશાસને પણ પોતાના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે SDM અને CO ઉતરૌલાને તપાસ સોંપવામાં આવી છે.

મળેલ રિપોર્ટ મુજબ, બુધવારના રોજ ઉતરૌલા તહસીલના ગેટ પર એક વ્યક્તિની લાશ મળી હતી. મૃતકની ઓળખ અનવર અલી નિવાસી ગ્રામ સહજૌરાના રૂપમાં થઇ હતી. લાશ પડી હોવાની સુચના મળતા ઉતરૌલા પોલીસ ચોકીના સબ ઇન્સ્પેક્ટર આરકે રમન અને પોલીસકર્મી શુભમ પટેલ અને શૈલેન્દ્ર શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મૃતદેહને કચરા ભરવાની ગાડીમાં રાખતી વખતે આ ઘટનાનો વીડિયો પણ કોઇએ બનાવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. વીડિયો વાયરલ થતા જ એસપી દેવરંજન વર્માએ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. SPએ કહ્યું હતું કે, મૃતદેહને કચરા ભરવાની ગાડીમાં રાખતી વખતે એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસકર્મી વીડિયોમાં દેખાય રહ્યા છે.

SPએ કહ્યું કે, આ એક ખૂબ જ સંવેદનહીન કાર્ય છે. SPએ તત્કાલ પ્રભાવથી વીડિયોમાં દેખાય રહેલા સબ ઇન્સ્પેક્ટર આર.કે રમણ અને શુભમ પટેલ અને શૈલેન્દ્ર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. EO નગરપાલિકા ઉતરૌલા અવધેશ વર્માએ જણાવ્યું હતું ,કે આ અમનાવીય કૃત્યમાં શામેલ ઉતરૌલા નગરપાલિકાના કર્મી રવિ પંકજ, વિક્રમ, અર્જૂન અને ઇશ્વરનંદને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *