ગુજરાતની આ દીકરીએ સાત વર્ષની ઉંમરે નોંધાવ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન- જુઓ વિડીયો

નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને હાલના યુવા રમતવીરો માટે એક પ્રેરણા રૂપ બન્યો છે અને ભારતીય રમતવીરને હવે વિશ્વાસ છે…

નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને હાલના યુવા રમતવીરો માટે એક પ્રેરણા રૂપ બન્યો છે અને ભારતીય રમતવીરને હવે વિશ્વાસ છે કે, તે પણ આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશને સુવર્ણ મેડલ અપાવશે. ત્યારે નવસારીના આવા જ એક 7 વર્ષની એક બાળકીએ એક મિનિટમાં સૌથી વધુ 64 વોકઓવર સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન નોંધાવ્યું છે.

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દ્રષ્ટિ જયસ્વાલે 4 એપ્રિલના રોજ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં  સ્થાન મળ્યું છે. દ્રષ્ટિ જયસ્વાલ હાલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઉંમરે મોટાભાગના બાળકો મોસ્ટ ફોરવર્ડ વોકઓવર શબ્દથી પણ અજાણ હશે. દ્રષ્ટિ જયસ્વાલે માત્ર એક મિનિટમાં સૌથી વધુ વોકઓવર માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

દ્રષ્ટિ જયસ્વાલે 4 એપ્રિલના રોજ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ કર્યો હતો, જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા 4 ઓગસ્ટના રોજ પુષ્ટિ મળી હતી. મહત્વની વાત એ છે કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસ માટે 120 જેટલા સાક્ષીઓ પણ મોકલવામાં આવ્યા હતા. 7 વર્ષીય દ્રષ્ટિ જયસ્વાલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 2019 માં અમદાવાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની રમતગમત સ્પર્ધામાં પણ ભાગ લઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *