કોરોના વાયરસની મહામારી વચ્ચે અને લોકડાઉનના લીધે લોકોના રોજગાર, વેપાર અને કામધંધા ભાંગી પડ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો કોરોનાની ગંભીર અસર ટીવી સીરીયલ અને ફિલ્મ સાથે જોડાયેલા અનેક લોકો બેકાર બની ગયા છે. તો ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે કેટલાક નાના-મોટા કલાકારો બેનારી બની ગયા છે જેથી તે પોતાનો ખર્ચો કાઢવા માટે ગેરકાયદે વ્યવસાયમાં શામેલ થયા છે.
ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રના થાણેમાંથી સામે આવી છે. મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ બ્રાંચના યુનિટ-1એ દ્વારા દરોડા પાડીને ગેરકાયદે સેક્સ વર્ક કરતી બે અભિનેત્રીઓને પકડી પાડી છે. થાણેના પાચપાખડી વિસ્તારમાં પાડેલા એક દરોડામાં સેક્સ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને બે અભિનેત્રી, બે મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહીત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા ઇસમની ઓળખ નિલા ઉર્ફે વિશાલ ઉત્તમચંદ જૈન (42 વર્ષીય) ગોરેગાંવ નિવાસી, હસીના ખાલીદ મેમણ (45 વર્ષીય) મુંબ્રાની રહેવાસી અને એપાર્ટમેન્ટની માલિક સ્વીટી ચડ્ડા (47 વર્ષીય) છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવતા કહ્યું છે કે, થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ની ટીમને મળેલી જાણકારી દ્વારા દરોડા પાડીને આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
બંને એક્ટર્સ મુંબઈમાં એક મોટા સેક્ટ રેકેટ એજન્ટના કોન્ટેક્ટમાં હતી. પરંતુ અભિનેત્રીએ વેશ્યાવૃતિ માટે થાણે શહેરની પસંદગી કરી હતી. કારણ કે તેમને અહિયાં કોઈ પોલીસનો ડર ન હતો. પરંતુ આમ છતાં દરોડા પાડતા પોલીસે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ સમગ્ર સેક્સ રેકેટમાં એક રાત્રી દરમિયાન દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી 2 લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ દલાલ અને અભિનેત્રી વચ્ચે 1 લાખ 80 હજાર સૌદો નક્કી કરવામાં આવ્યો હતો. નક્કી કરવામાં આવેલ સમય દરમિયાન બંને અભિનેત્રીઓ થાણેથી પાચપાખડી વિસ્તારના નટરાજ સોસાયટીમાં આવી ચુકી હતી. તે જ સમયે ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ના સીનિયર ઈન્સ્પેક્ટરને જાન ર્થતા દરોડા પાડ્યા હતા.
પકડવામાં આવેલી બે અભિનેત્રી પાસે લોકડાઉનમાં કોઈ પણ પ્રકારનું કામ ન હતું. નાણાકીય સંકટમાંથી બહાર આવીને બંને અભિનેત્રીઓ વેશ્યાવૃતિ સાથે જોડાઈ ગઈ હતી. લોકડાઉનને લઈને હાલમાં ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સપૂર્ણપણે ઠપ થઇ ચુકી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સેક્સ રેકેટ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ છે. જેમની ખુબ જ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પકડવામાં આવેક લોકોની પૂછપરછ કરીને તેમની સાથે સંકળાયેલા અન્ય કેટલાય લોકો સુધી પહોચવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરી દેવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.