કોરોનાં મહામારી અને લોકડાઉનમાં લોકોને જીવન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે પણ ખાનગી હોસ્પિટલોનાં સંચાલકો દર્દી અને તેના પરીવારજનો સાથે કસાઈ જેવું વર્તન કરી રહ્યાં છે. પોલીસ, ડોક્ટર, નર્સ મેડિકલ સ્ટાફને કોરોના વોરિયર્સ જેવા રુપાળા નામ સરકારે આપ્યા છે. પરંતુ વાસ્તવિક્તા સાવ જૂદી છે.
શહેરના એસજી હાઈવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં કોરના પોઝિટિવ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ગિરીશભાઈ બારોટનું મૃત્યુ થયું હતું. પરંતુ એસજીવીપી હોસ્પિટલના તંત્રએ સાવ શરમ વગર તેનાં પરીવારજનોને કહી દીધું કે સારવાર પેટનું રૂ.૧.૩૨ લાખનું બિલ બાકી છે. પહેલા આ બિલ ભરી દો. બિલ નહી ભરો ત્યાં સુધી મૃતદેહ તમને મળશે નહી.
કોરોનામાં લોકોને બચાવતા મોભી શહીદ થયાનું પરિવાર માની રહ્યો હતો, પરંતુ તેના બદલે હોસ્પિટલના તંત્રનાં આવા શબ્દો સાંભળી પરિવારના મોભી એવા કોરીના વોરીયર્સ પોલીસના મોતની જાણે કોઈ કીમત જ ન હોય તેવો અનુભવ થયો હતો. ત્યાર બાદ પરિવારના સભ્યોએ શહેરના સ્પેશિયલ કમિશનર અજયકુમાર તોમરને જાણ કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં આવી ગયાં હતાં.
તેઓએ કોર્પોરેશનના કર્મીઓને પણ બોલાવી લીધા હતા. અજયકુમારે પોતે પૈસા ચુકવવાની બાંહેધરી આપ્યા બાદ આખરે પરીવારજનોને મૃતદેહ સોંપાયો હતો. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ ગિરીશભાઇ બારોટને ન્યુમોનિયા અને લિવરની પણ તકલીફ હતી. તેથી તેમને સૌ પ્રથમ વાડજની સ્પંદન હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબિયત લથડતા તેમને વૈદેવી ૨૦ સર્કલ પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેની જાણ કમિશ્નરને કરાઈ હતી.
જેને પગલે કમિશનરે એ સમયે કોર્પોરેશનનના અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. એ એસ આઈના પરીવારજનોને હવે પછીનું બિલ ન ભરવા જણાવ્યું હતું. આમ છતા હોસ્પિટલે બિલ માટે ત્રાગુ કર્યું હતું. આ અંગે સ્પેશિયલ કમિશનરને જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા આખરે તેમણે શહેર પોલીસ કમિશનર સાથે વાતચીત કરી જલદી થી જલદી પરિવારને મૃતદેહ મળે અને તકલીફ ન પડે તે માટે તે માટે વ્યવસ્થા કરી હતી. આખરે પરિવારની જેમ ઉચ્ચ અધિકારીઓ પોલીસકર્મીના પરિવારની મદદ ખભો મીલાવી આવી પહોચ્યા પરિવારમાં હિમ્મત આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news