ભારતના વૈભવી ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિલાને થશે ફાંસી- જાણો એવો તો શું ગુનો કર્યો હતો?

ભારતને આઝાદી મળ્યા બાદ દેશમાં પ્રથમ વખત, મહિલાને તેના ગુનાહિત કૃત્યો બદલ ફાંસી આપવામાં આવશે. આ માટે મથુરા જેલમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમરોહામાં રહેતા શબનમને મૃત્યુ દંડ અપાશે. નીર્ભ્યાના દોષીઓને ફાંસી આપવા વાળા પવન જલ્લાદ બે વાર ફાંસી ઘરનું નિરીક્ષણ પણ કરી ચુક્યા છે.

આ વર્ષ 2008ની વાત છે જ્યારે એપ્રિલ મહિનામાં અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાની તેના પોતાના જ પરિવારના સાત સભ્યોને કુહાડીથી કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નીચલી અદાલતથી સુપ્રીમ કોર્ટે તેની મૃત્યુ સજાને યથાવત રાખી હતી.

આ પછી શબનમે રાષ્ટ્રપતિ પાસે દયાની વિનંતી કરી હતી. પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવનએ પણ તેમની દયાની અરજી નામંજૂર કરી દીધી છે. આ જ કારણ છે કે, શબનમ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી મહિલા હશે જેમને ફાંસી આપવામાં આવશે.

પવન હેંગમેને શબનમના ફાંસી માટે બે વાર ફાંસી ઘરનું નિરીક્ષણ કર્યું છે. તેમને લીવરમાં જે ખામી જેલ પ્રશાસને તે ખામીને સુધારી છે. બિહારના બક્સરથી દોરડા મંગાવવામાં આવી રહ્યા છે, જેથી કોઈ અવરોધ ન સર્જાય.

તમને જણાવી દઈએ કે મથુરામાં મહિલાઓ માટેનું ફાંસીઘર આઝાદીના 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી. શબનમને ફાંસી આપવા અંગે મથુરા જેલના અધિક્ષક શૈલેન્દ્રકુમાર મૈત્રેયએ કહ્યું હતું કે, ફાંસીની તારીખ નક્કી થઈ નથી અથવા તો કોઈ આદેશ આવ્યો નથી પરંતુ જેલ પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *